ધ્રોલ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન મતદારને ધાક-ધમકીનો પ્રયાસ , મતદારને લાફો મારવામાં આવ્યો

Jamnagar: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને લોકોમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે હવે ધ્રોલ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન મતદારને ધાક-ધમકીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. લેડી ડોનથી ઓળખાતી મહિલાએ દિવ્યાંગ વ્યક્તિને બીજેપીને મત આપવા દબાણ કર્યું હોવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી અનુસાર મતદાન આપવા જવા સમયે મહિલા દ્વારા મતદારને લાફો મારવામાં આવ્યો હતો. મોરબી નાકા પાસે કન્યા શાળા મતદાન આપવા સમયે ઘટના બની છે. યાકુબ મહમદ કટારીયા નામના મતદારને નસીમબેન હાસમભાઈ જુણેજા દ્વારા ધમકી મળી છે. જેને લઈને કોંગ્રેસના આગેવાનો મતદારને લઈને પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. મતદાર દ્વારા મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવા માટે તજવીજ હાથ ધરાઈ છે. જોકે, બાદમાં Dysp સહિતના ઉચ્ચ અધિકારીઓ મતદાન મથકની મુલાકાતે પહોંચ્યા હતો.