ગુજરાત હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને આપ્યો ઝટકો
અમદાવાદ: વડાપ્રધાનના ડિગ્રી સંબંધિત મામલામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને જેલમાં બંધ રાજ્યસભાના સાંસદ સંજય સિંહને રાહત મળી નથી. ગુજરાત હાઈકોર્ટે આજે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહની અરજીને ફગાવી દીધી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક યોગ્યતાને લઈને કરેલી ટિપ્પણીઓ સંબંધિત માનહાની કેસમાં બંને નેતાઓની વિરૂદ્ધ જાહેર કરેલા સમનને રદ્દ કરવાની અરજી કરવામાં આવી હતી.
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને આપના રાજ્યસભા સદસ્ય સંજય સિંહે પોતાની અરજીના માધ્યમથી ગુજરાત વિશ્વવિદ્યાલય દ્વારા નોંધાયેલા મામલામાં નિચલી કોર્ટે સમન અને એ બાદ સેન્સન કોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો. જેમાં સમની વિરૂદ્ધમાં પુનઃપરીક્ષણના આદેશને ફગાવી દેવામાં આવ્યો હતો. ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ હસમુખ સુથારે આવેદનોને ખારીજ કરતા બંન્ને નેતાઓને નિચલી અદાલતમાં જવાના આદેશ આપ્યા. ગુજરાત ઉચ્ચ ન્યાયલય દ્વારા સીઆઈસીના આદેશ પર રોક લગાવવામાં આવી. જે બાદ અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહની વિરૂદ્ધ માનહાનિનો મામલો નોંધવામાં આવ્યો.
મહત્વનું છેકે, એપ્રિલ 2016માં તત્કાલીન મુખ્ય સૂચના અધિકારી એમ. શ્રીધર આચાર્યુલુએ દિલ્હી વિશ્વવિદ્યાલય અને ગુજરાત વિશ્વવિદ્યાલયને પીએમ મોદીની ડીગ્રી અંગે અરવિંદ કેજરીવારને જાણકારી આપવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જીયુએ આ આદેશની વિરૂદ્ધ હાઈકોર્ટ પહોંચ્યું અને કોર્ટના આ નિર્ણય પર સ્ટે લાવ્યા.