September 8, 2024

ભારે વરસાદને કારણે 9 સ્ટેટ હાઇવે બંધ, કુલ 325 રસ્તા બંધ

મલ્હાર વોરા, ગાંધીનગરઃ રાજ્યમાં ભારે વરસાદના કારણે 9 જેટલા સ્ટેટ હાઇવે બંધ છે. તેમાં કચ્છમાં 1, નર્મદામાં 1, દ્વારકામાં 3, પોરબંદરમાં 2, જૂનાગઢમાં 2 સ્ટેટ હાઇવે બંધ છે. બીજી તરફ અન્ય 28 માર્ગો બંધ છે. તેમાં જૂનાગઢમાં 11 અને પોરબંદરમાં 8, છોટા ઉદેપુરમાં 1, સુરતમાં 2, નવસારીમાં 1, વલસાડમાં 2, રાજકોટમાં 2, જામનગરમાં 1 માર્ગ બંધ છે.

પંચાયત વિભાગના માર્ગ રાજ્યમાં કુલ 288 માર્ગ બંધ અવસ્થામાં જોવા મળ્યા છે. તેમાં નવસારીમાં 35, વલસાડમાં 47, ભરૂચમાં 8 સુરતમાં 19, તાપીમાં 3, ડાંગમાં 1, રાજકોટમાં 8, જામનગરમાં 15, દ્વારકામાં 11, ભાવનગરમાં 1, અમરેલીમાં 1, જૂનાગઢમાં 55, સોમનાથમાં 1, પોરબંદરમાં 82 માર્ગ બંધ છે. ભારે વરસાદ રાજ્યમાં સ્ટેટ હાઇવે, અન્ય માર્ગો સહિત પંચાયતના મળીને કુલ 325 માર્ગો બંધ છે.

આ પણ વાંચોઃ સુરતનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું, 30નું રેસ્ક્યૂ; પલસાણામાં આધેડ ડૂબ્યાં

બીજી બાજુ ભારે વરસાદના કારણે 26 ગામમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો છે. જેમાં દ્વારકામાં 9, જૂનાગઢમાં 8 અને પોરબંદરમાં 9 ગામ વીજળીવિહોણા થયા છે. આ ઉપરાંત ભારે વરસાદના કારણે 147 ગામનાં ફીડર બંધ છે. વરસાદના કારણે 761 વીજપોલ જમીનદોસ્ત થયાં છે. લોકોને સમયસર વીજ પુરવઠો મળે તે માટે રાજ્ય સરકારના ઉર્જા વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. પરંતુ હાલ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં છે. ત્યાં પાણી ઓસર્યા બાદ વીજ પુરવઠો શરૂ થાય તેવા સંકેત જોવા મળી રહ્યા છે.