September 17, 2024

રાજ્યમાં 24 કલાકમાં 206 તાલુકામાં વરસાદ, ઉમરપાડામાં સૌથી વધુ 11 ઇંચ

ગાંધીનગરઃ રાજ્યમાં 24 કલાકમાં 206 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 11 ઇંચ વરસાદ પડ્યો છે. ત્યારબાદ સુરતના પલસાણામાં 10 ઇંચ અને નવસારીના ખેરગામમાં 10 ઇંચ વરસાદ વરસ્યો છે.

જુનાગઢના વિસાવદરમાં 8.5 ઇંચ, સુરતના કામરેજ અને બારડોલીમાં 8 ઇંચ વરસાદ, દેવભૂમિ દ્વારકામાં 7.5 ઇંચ, ડાંગના વઘઈમાં 7.5 ઇંચ વરસાદ, તાપીના વ્યારામાં 7 ઇંચ વરસાદ, સુરતના માંગરોળમાં 6.5 ઇંચ વરસાદ, નવસારી શહેરમાં 6.5 ઇંચ વરસાદ, સુરત શહેરમાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે.

બીજી તરફ, જામનગરના જોડિયામાં 6.5 ઇંચ વરસાદ, કચ્છના માંડવીમાં 6 ઇંચ વરસાદ, સુરતના મહુવામાં 6 ઇંચ વરસાદ, ડાંગના આહવામાં 6 ઇંચ વરસાદ, કચ્છના મુન્દ્રામાં 6 ઇંચ વરસાદ, તાપીના ડોલવણમાં 6 ઇંચ વરસાદ, નવસારીના જલાલપોરમાં 6 ઇંચ વરસાદ, તાપીના સોનગઢમાં 5.5 ઇંચ વરસાદ, ડાંગની સુબિરમાં 5.5 ઇંચ વરસાદ પડ્યો છે.

કચ્છના નખત્રાણામાં 5.5 ઇંચ વરસાદ, નર્મદાના સાગબારામાં 5 ઇંચ વરસાદ, જુનાગઢના કેશોદમાં 5 ઇંચ વરસાદ, દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 5 ઇંચ વરસાદ, નવસારીના ગણદેવી અને ચીખલીમાં 5 ઇંચ વરસાદ, સુરતના માંડવી અને ચોયાર્સીમાં 5 ઇંચ વરસાદ, કચ્છના રાપરમાં 4 ઇંચ વરસાદ, રાજકોટના ધોરાજીમાં 4 ઇંચ વરસાદ, વલસાડ શહેરમાં 4 ઇંચ વરસાદ, તાપીના વાલોદમાં 4 ઇંચ વરસાદ, વલસાડના ધરમપુરમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે.