December 23, 2024

હીરણ – 2 ડેમના વધુ 3 દરવાજા ખોલવામાં આવ્યાં

Gir Somnath Rain: વેરાવળની જીવાદોરી સમાન હીરણ – 2 ડેમના વધુ 3 દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસના વરસાદને પગલે ડેમના 3 દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યા છે. પાણીની આવક થતાં ડેમનું લેવલ જાળવવા વધુ 3 દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે.

દરવાજા ખોલવામાં આવ્યા
વેરાવળની જીવાદોરી સમાન હીરણ – 2 ડેમના વધુ 3 દરવાજા ખોલવામાં આવ્યા છે. સમગ્ર ગુજરાતમાં શનિવાર સાંજથી પડી રહેલા વરસાદે સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ ઊભી કરી દીધી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં અનારધાર પડી રહેલા વરસાદે મોટી મુશ્કેલીઓ ઊભી કરી છે. ગ્રામ્યપંથકને જોડતા રસ્તા ધોવાયા છે તો શહેરમાં કેટલાક રસ્તાઓ હંગામી ધોરણે બંધ કરાયા છે. સૌરાષ્ટ્રના ગઢડા તાલુકાના માલપરા-ખીજડીયા વચ્ચે આવેલી કાળુભા નદીના શક્તિશાળી વહેણમાં કાર તણાઈ ગઈ હતી. આ કારમાં અંદર આઠ વ્યક્તિઓ બેઠા હતા. જોકે, રાહતના વાવડ એ છે કે, તમામ વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા છે. બીજી તરફ જેતપુર નજીક રૂપાવટી ગામે એક યુવાન વહેણ સાથે તણાયો હોવાના સમાચાર મળી રહ્યા છે. રૂપાવટી ગામ નજીક ફૂલઝર નામની નદી વહે છે. જેના વહેણમાં આ યુવાન તણાયો હોવાની વિગત સાંપડી છે. સતત અને સખત વરસાદને કારણે આખા ગુજરાતની તમામ નદીઓ બે કાંઠે ભારે કરંટ અને તાણ સાથે વહી રહી છે.

આ પણ વાંચો: જૂનાગઢમાં ભારે વરસાદના કારણે અનેક સ્થળો પર પ્રવેશબંધી

અણબનાવો બની રહ્યો
બે દિવસથી ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે તમામ નદીઓમાં નવા પાણીની આવક થઈ છે. હજૂ પણ વરસાદ અવિરત પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે ઘણા અણબનાવો પણ બની રહ્યા છે. તેવા હાલ 2 બનાવો સામે આવ્યા છે. જેમાં બોટાદ અને જેતપુરમાં આવો બનાવ બન્યો છે. ગઢડા તાલુકાના માલપરા ખીજડીયા વચ્ચે આવેલ કાળુભા નદીમાં કાર તણાઇ હતી. રૂપાવટી ગામમાં ફુલઝર નદી આવેલી છે તેમાં યુવાન તણાયો છે. યુવાન ફુલઝરના નદીનો કોઝવે પસાર કરી રહ્યો હતો.