મધ્ય ગુજરાતમાં મેઘો મંડાયો, લોકોને ઘરની બહાર ન નીકળવા કરાઈ અપીલ
મધ્યગુજરાત: રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે મધ્યગુજરાતમાં ભારે વરસાદને કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. છેલ્લા બે દિવસથી અમદાવાદ, વડાદરો, પંચમહાલ, ખેડા, આણંદ સહિતના શહેરોમાં ભારે વરસાદને કારણે તબાહી જેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. રાજ્યભરમાં હાલ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વડોદરામાં ભારે વરસાદથી પૂરનું સંક્ટ વધ્યું છે.
વડોદરામાં લોકોને ઘરની બહાર ન નીકળવા કરાઈ અપીલ
મળતી માહિતી અનુસાર વડોદરામાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્તની પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે વરસાદને કારણે પૂરનું સંકટ પણ વધ્યું છે. જેને કારણે વડોદરાના મેયર ખુદ જાહેર જનતાને સમજાવવા નીકળ્યા હતા. મેયર પિન્કીબેન સોનીએ પોતે એનાઉન્સમેન્ટ કર્યું છે. પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા મેયરે અપીલ કરી છે. લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરી છે.
આ પણ વાંચો: ચોમાસામાં કાર લઈને જવાનું હોય તો આ ચોક્કસ કાળજી રાખો
અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ
આ સિવાય બપોર બાદ અમદાવાદમાં પણ વરસાદે માજા મૂકી છે. ચાંદખેડા, નરોડા, નિકોલ, હાંસોલ, વિસ્તારમાં વરસાદ છે. ચાંદખેડા, નરોડા, નિકોલ, હાંસોલ વિસ્તારમાં વરસાદ છે. તો કઠવાડા, એરપોર્ટ, શાહીબાગ વિસ્તારમાં ભારે વરસાદ છે. આ સિવાય ભારે વરસાદને કારણે વિઝીબિલીટી ઘટી ગઈ છે.
ભારે વરસાદને કારણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉચ્ચ સ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી હતી. રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા આ બેઠક યોજવામાં આવી હતી. મુખ્યમંત્રી સોમવારે બપોરે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા . વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેકટરો મ્યુનિસિપલ કમિશ્નરો તથા જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને વિગતો મેળવી હતી
આણંદમાં 5 ઈંચથી વધુ વરસાદ
આ સિવાય આણંદમાં વહેલી સવારથી 5 ઈંચથી વધું વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે શહેરના વિવિધ વિસ્તારો જળબંબાકાર છે. તો ભાલેજ ઓવરબ્રિજ સાઇડ રોડ પર જળંબાકાર
નયા વતન સોસાયટી સહિત સોસાયટીઓમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ઘરોમાં પાણી કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. ઘરમાંથી પાણી બહાર કાઢવા ગૃહિણીઓ કામે લાગી છે. હજુ પણ પાણીનું સ્તર વધે તો મુશ્કેલી વધવાની સંભાવનાઓ છે.