July 2, 2024

ગુજરાતના 78 તાલુકામાં વરસાદ, સૌથી વધુ તાપીના કુકરમુંડામાં

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધિવત્ રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 78 તાલુકામાં મેઘરાજાએ મહેર કરી છે. વરસાદને કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે. ગુજરાતીઓને ભારે ઉકળાટમાંથી રાહત મળી છે.

સૌથી તાપીના કુંકરમુંડામાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. ત્યારબાદ તાપીના વ્યારામાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે. વલસાડ, છોટા ઉદેપુરના બોડેલીમાં, તાપીના નિઝરમાં, નર્મદાના સાગબારામાં, વલસાડના વાપીમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે.

છોટાઉદેપુરના નસવાડી, પંચમહાલના હાલોલમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વલસાડના ઉમરગામ, ભરૂચના વાલીયા, સુરત શહેર, સુરતના મહુવા, માંગરોળમાં અને વલસાડના કપરાડામાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે.