January 19, 2025

રાજ્યમાં ગરમીનો પારો વધશે, સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની આગાહી

Gujarat havaman update temperature rise in state heatwave forecast in Saurashtra-Kutch

ફાઇલ તસવીર

અમદાવાદઃ રાજ્યમાં ધીમે ધીમે ગરમીનો પારો વધી રહ્યો છે. છેલ્લા બે દિવસથી મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ખૂબ જ ગરમી પડી રહી છે. ત્યારે હવામાન વિભાગે પણ આ અંગે આગાહી કરી જાણકારી આપી છે.

હવામાન વિભાગે જણાવ્યુ છે કે, ‘રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે. ગુજરાતના હિટવેવના વિસ્તારમાં તાપમાન 39-40 ડિગ્રી રહે તેવી શક્યતા છે. પવનની દિશા ઉત્તર-પશ્ચિમથી પશ્ચિમ તરફની રહેશે.’

આ પણ વાંચોઃ શહેરના વાડજ વિસ્તામાં રી-ડેવલપમેન્ટ વિવાદમાં છરી વડે હુમલો

આ ઉપરાંત તેમણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની આગાહી પણ કરી છે. આ સિવાય પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, કચ્છમાં ભીષણ ગરમી પડે તેવી શક્યતા છે. ગીર-સોમનાથ જિલ્લામાં પણ સિવિયર હીટવેવની શક્યતા છે.

આ પણ વાંચોઃ અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં શિફ્ટમાં કામ કરવાનો આદેશ રદ્દ

ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાન 38 ડિગ્રી કરતાં વધુ નોંધાયું છે. ત્યારે માર્ચના અંત સુધીમાં આ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે, શરૂઆતથી જ ગરમીથી શહેરીજનો ત્રાહિમામ પોકારી રહ્યા છે.