December 19, 2024

ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, 7 દિવસ વાતાવરણ સૂકું

અમદાવાદઃ ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આગામી સાત દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ઠંડીની આગાહી કરતા જણાવ્યુ છે કે, ‘આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે. ત્યારબાદ બે દિવસ વાતાવરણ યથાવત્ રહેશે. પરંતુ ત્યારબાદ તાપમાનના પારામાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે.’

અમદાવાદમાં રાતે તાપમાન 19 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. તો નલિયામાં 15 ડિગ્રી અને ગાંધીનગરમાં 16 ડિગ્રી આસપાસ તાપમાન રહ્યું હતું. રાજ્યમાં હાલ પણ સામાન્ય કરતાં 2થી 3 ડિગ્રી તાપમાન વધુ છે. બે દિવસ બાદ તાપમાન ઘટ્યા બાદ 4 દિવસ બાદ ફરી 2 ડિગ્રી તાપમાન વધશે. ઉત્તર ભારતીય પ્રદેશમાંથી પવન નહીં ફૂંકાવવાના કારણે હજુ ઠંડીની લહેર ચાલુ નહીં થાય.