GSRTCની 27 હોટેલ પર તવાઈ, પરવાના રદ; તપાસમાં સામે આવ્યું વિધર્મીઓનું કારનામું

અમદાવાદઃ ગુજરાત વાહન વ્યવહાર નિગમ દ્વારા દોડતી બસો હાઇવે પર અનેક હોટેલ પર ચા-પાણી સહિત ભોજન માટે ઉભી રાખવામાં આવે છે. ત્યારે હાઇવેની આ હોટેલ મુસાફરોને બેફામ લૂંટે છે. આ પ્રકારની ઘણી ફરિયાદ રાજ્ય સરકારને મળતા તવાઈ બોલાવવામાં આવી છે.
તપાસમાં સામે આવ્યું છે કે, હાઇવે પરની હોટલ હિંદુઓનાં નામ સાથે ધમધમતી હતી, પરંતુ તેના મૂળ માલિક મુસ્લિમ હોવાનું સામે આવ્યું છે. ગુજરાતના અલગ અલગ હાઈવે પરની 27 હોટલને GSRTCએ ડિલિસ્ડેડ કરી છે. આ તમામ લોકોએ હિંદુ નામનો ઉલ્લેખ કરીને GSRTC પાસે પરવાનગી માગી હતી અને હોટલનું નામ હિંદુ રાખીને હાઇવે પર ધંધો ચલાવતા હતા. આ સાથે ફૂડ અને બીલના નામે દાદાગીરીની ફરિયાદો મળતા આ કાર્યવાહી કરવામાં આવી છે.