આજથી ધોરણ 10 બોર્ડના વિદ્યાર્થીઓ હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે
અમદાવાદઃ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. બોર્ડના વિદ્યાથીઓ માટે આજથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે. Gseb.org વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે. શાળાઓએ ઇન્ડેક્સ નંબર નાખીને હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની રહેશે. આચાર્યના સહી-સિક્કા બાદ વિધાર્થીઓને હોલ ટિકિટ આપવામાં આવશે.
આગામી 11મી તારીખથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા ચાલુ થશે. ત્યારે ગેરરીતિ અટકાવવા માટે શિક્ષણ વિભાગે તૈયારીઓ પૂરી કરી નાંખી છે. આ માટે ગુજરાત શિક્ષણ બોર્ડે ગેરરીતિ માટે કયા કયા પ્રકારની સજા મળશે તેની જાહેરાત કરી છે. શિક્ષણ વિભાગે 22 ગેરરીતિની યાદી અને તેની માટે સજાની જોગવાઈનું લિસ્ટ જાહેર કર્યું છે.
ગુજરાત શિક્ષણ વિભાગે રાજ્યની તમામ શાળાઓ સહિત ડીઇઓને સ્કૂલોમાં ગેરરીતિને લઈને સજાનું લિસ્ટ મોકલી આપ્યું છે. જેને લઈને વિદ્યાર્થીઓને માહિતગાર કરવા માટે સૂચના પણ આપવામાં આવી છે.
ગુજરાત શિક્ષણ બોર્ડે આ મામલે જણાવ્યુ છે કે, વાલી કે અન્ય કોઈ વિદ્યાર્થીઓના માર્ક્સ વધારવા પરીક્ષકનો સંપર્ક કરશે કે પછી લાંચ આપશે તો પરીક્ષાનું પરિણામ જ રદ કરવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થી મુખ્ય ઉત્તરવહી-પુરવણી ફાડી નાંખે કે માન્ય લખાણ સાથે ચેડાં કરશે તો પરિણામ રદ કરવામાં આવશે. આ સાથે જ જો કોઈ વિદ્યાર્થી ઉત્તરવહી લઈને જતો રહશે તો પણ પરિણામ રદ કરી દેવામાં આવશે અને પછીની પરીક્ષા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે.’