GPSC હવેથી નજીકના જિલ્લામાં ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર ફાળવાશે

ગાંધીનગરઃ ગુજરાત જાહેર સેવા આયોગના ચેરમેન હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી પરીક્ષાની માહિતી આપી હતી. આ પરીક્ષા માટે 1.85 લાખ સહમતિ પત્ર આપ્યા છે, જ્યારે સમગ્ર જિલ્લામાં 754 પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે.
ભૂતકાળમાં વન પરીક્ષામાં ઉમેદવારો જિલ્લામાં પરીક્ષા કેન્દ્રમાંથી પરીક્ષા આપતા હતા. આ વખતે GPSC દ્વારા બાજુના જિલ્લામાં પરીક્ષાના કેન્દ્રોનું આયોજન કર્યું છે. GPSCમાં ક્યારે ચોરી કે પેપરલીકની ઘટના બની નથી, પરંતુ કોઈ આ પ્રકારની ઘટના ન કરે તે માટે આ નિર્ણય કર્યો છે.હસમુખ પટેલે અગવડતાના કારણે ઉમેદવારોની માફી માગી છે.
પરીક્ષા બપોરે 1 વાગ્યે શરૂ થશે. 10 જગ્યાએ તાલુકા મથક કેન્દ્ર ફાળવ્યા છે. જેમાં ગાંધીનગરના માણસા અને કલોલ તાલુકામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના તમામ જિલ્લામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. સિક્યોરિટીના ભાગ રૂપે MRHમાં પ્રથમ વખતે ફિંગરની પ્રિન્ટ લેવાનું નક્કી કરવામાં આવ્યુ છે.
બાયો મેટ્રિક ફિગર પ્રિન્ટ સેન્ટર ખાતે લાવશે. ઉમેદવારને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે કોઈ તકલીફ ન પડે તે માટે વાહન વ્યવહારના એમડી સાથે ચર્ચા કરી છે. તેમને તમામ પરીક્ષા કેન્દ્ર સુધી ઉમેદવાર પહોંચે તેવી બસ વ્યવસ્થા કરી આપશે.