ST વિભાગે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો, હર્ષ સંઘવીએ કર્યું ટ્વીટ
ગાંધીનગરઃ
46% મુજબ મોંઘવારી ભથ્થા સહિત હાલ ચૂકવાતા ભથ્થાના એરિયર્સ પણ ચૂકવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી કુલ 125 કરોડ રૂપિયાથી વધુનો લાભ નિગમના કર્મચારીઓને પ્રાપ્ત થશે. આગામી 1થી 2 દિવસના ગાળામાં વાહન વિભાગ સત્તાવાર રીતે ઠરાવ જાહેર કરશે.
11 મહિના પહેલાં કર્યું હતું આંદોલન
ગુજરાત એસટી નિગમ બોર્ડના કર્મચારીઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ ન મળતો હોવાથી વિરોધ દર્શાવી રહ્યા હતા. કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા ફરી એક વખત કર્મચારીઓ આંદોલનના માર્ગે ઉતર્યા હતા. ગુજરાત એસટી મજદૂર મહાસંઘના ઉપાધ્યક્ષ અનિલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ તેનો લાભ એસટી કર્મચારીઓને આપવામાં આવ્યો નથી. સાતમાં પગાર પંચમાં પણ એસટી કર્મચારીઓને યોગ્ય લાભ આપવામાં આવ્યા નથી. સરકારે હાલમાં ફિક્સ પેપર કામ કરતા કર્મચારીઓનો 20 ટકા પગાર વધારો જાહેર કર્યો છે, પરંતુ તેમાં એસટી નિગમના કર્મચારીઓને આપવામાં આવ્યો નથી. જે અંગેની વિવિધ 10 જેટલી માંગો પૂરી નહીં થતાં આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.