January 16, 2025

રાજ્ય સરકારની મોટી જાહેરાત, 17 હજારથી વધુ શિક્ષકોની ભરતી થશે

અમદાવાદઃ રાજ્ય સરકારે ટેટ-ટાટના ઉમેદવારો માટે મોટી જાહેરાત કરી છે. આગામી સમયમાં 17 હજાર કરતાં વધુ નવા શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આગામી ડિસેમ્બર મહિના સુધીમાં આ પ્રકિયા પૂરી કરી દેવામાં આવશે.

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મામલે જણાવ્યુ હતુ કે, ‘શિક્ષણ વિભાગ માટે રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. ટેટ-ટાટના ઉમેદવારો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં આગામી સમયમાં 17200 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. તેને લઈને 24,700 ઉમેદવારોને રોજગારી મળશે. આ માટે ટાટ માટે 2023માં લેવાયેલી પરીક્ષાને માન્ય રાખી છે.

આ પણ વાંચોઃ હરણી બોટકાંડના તપાસ રિપોર્ટમાં હાઇકોર્ટની ફટકાર, કહ્યુ – સ્ટોરી જેવો રિપોર્ટ છે!

તમામ વ્યવસ્થા ગૃહ વિભાગ દ્રારા કરવામાં આવી છે. કોમ્પ્યુટર અને વ્યાયમ શિક્ષકોની ભરતી નહીં થાય. ટૂંક સમયમાં નિયમો અને ભરતી પ્રક્રિયા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. વ્યાયામ અને કોમ્પ્યુટર શિક્ષકની ભરતી માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. હાલ આ ભરતીમાં કોઈ આયોજન નથી. રાજ્યમાં ખાલી શિક્ષકોની સંખ્યા 42,759 છે. 24,700 નવા શિક્ષકોની ભરતી કરવામાં આવશે. બાકીની ખાલી જગ્યા પર જ્ઞાન સહાયક કામ કરી રહ્યા છે.