March 16, 2025

RTE પ્રવેશ માટે ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, આવક મર્યાદા વધારીને 6 લાખ કરાઈ

Gujarat Government: ગુજરાત સરકારે RTEને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. RTE એડમિશનની આવક મર્યાદા 1.50 લાખથી વધારીને 6 લાખ કરવામાં આવી છે. RTEમાં પ્રવેશ માટે આવકની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: RCBમાં જોડાતાની સાથે જ વિરાટ કોહલીનો વીડિયો થયો વાયરલ

એક-બે દિવસમાં નિર્ણય
6 લાખની આવક મર્યાદા ધરાવનાર વાલીઓ હવે બાળકોના ફોર્મ ભરી શકશે. અગાઉ ગ્રામ્ય વિસ્તારમાં 1.20 લાખ જ્યારે શહેરી વિસ્તારમાં 1.5 લાખની હતી મર્યાદા. વાલીઓ આગામી 15 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.શિક્ષણમંત્રીએ 2 દિવસ પહેલા કહ્યું હતું કે એક-બે દિવસમાં નિર્ણય થઈ શકે.