ઇમ્પેક્ટ ફી મામલે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, 6 મહિનાની મુદ્દત વધારી
મલ્હાર વોરા, ગાંધીનગરઃ રાજ્ય સરકારે ઇમ્પેક્ટ ફી મામલે વધુ એક મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. જેમાં બિનઅધિકૃત ગેરકાયદેસર બાંધકામોને ઇમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરવા માટેની મુદ્દતમાં સતત ચોથી વખત વધારો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. સરકારી આગામી છ માસ સુધી મુદતમાં વધારો કરવાનો નિર્ણય જાહેર કર્યો છે.
રાજ્યમાં ગેરકાયદેસર અને બીયુ પરમિશન વિનાના બાંધકામોની મોટી સંખ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા બાંધકામો તોડવાને બદલે નિયતથી વસૂલને કાયદેસર કરવા માટે ઇમ્પેક્ટ ફી કાયદો અમલી કર્યો હતો. પરંતુ આ કાયદાને મોડો પ્રતિસાદ મળતા સતત ત્રણ વખત તેની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ પણ ચોમાસની મુદત વધારવામાં આવી હતી. પરંતુ તે મુદત આગામી 16 જૂનના રોજ પૂર્ણ થતા ફરી વખત રાજ્ય સરકારે ઇમ્પેક્ટ ફીની મુદતમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચોઃ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી
નોંધનીય છે કે, ઓક્ટોબર 2022 પહેલાના બાંધકામોને ઇમ્પેક્ટ ફીમાં લાભ મળશે. જેમાં 50 ચોરસમીટર માટે 3000 રૂપિયા ફી નિયત કરવામાં આવી છે. જ્યારે 50થી 100 મીટર સુધીના બાંધકામને નિયત કરવા માટે 6,000ની ફી નક્કી કરવામાં આવી છે. તો બીજી તરફ 100 મીટરથી 200 મીટર સુધીના બાંધકામને કાયમી કરવા માટે રૂપિયા 12,000થી નક્કી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ મોંઘવારી વચ્ચે વિદ્યાર્થીઓ સરકારી શાળા તરફ વળ્યાં
રાજ્ય સરકાર દ્વારા બે વર્ષ પહેલાં જ એટલે કે વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાત સરકારે ઇમ્પેક્ટ ફી કાયદો અમલીકરણ કરીને તેની જાહેરાત કરી હતી. વિધાનસભાના પ્રથમ સત્રમાં દિવસે જ ગુજરાત સરકારે ઇમ્પેક્ટ ફી બિલ ગૃહમાં રજૂ કર્યું હતું. આ બિલ ગૃહની અંદર સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. જ્યારે ભૂતકાળમાં રાજ્ય સરકારે વર્ષ 2005, 2011 ઇમ્પેક્ટનો કાયદો લાવીને તેમાં સુધારા વધારા કર્યા હતા. તેના 10 વર્ષ બાદ એટલે કે વર્ષ 2022માં પણ રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેકટ ફીના કાયદામાં સુધારા વધારા કરીને નવો કાયદો અમલી કર્યો હતો. પરંતુ ગેરકાયદેસર બાંધકામ કરનારા લોકોથી પોતાનું બાંધકામ કાયમી કરી શકે છે. પરંતુ લોકો ઇમ્પેક્ટ ફી ભરવા તૈયાર નથી અને ગેરકાયદેસર બાંધકામ ચાલુ રાખે છે. ત્યારે રાજ્ય સરકારે ફરી એક વખત વધારો કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. જો કે, આગામીની ડિસેમ્બર માસ સુધી ઇમ્પેક્ટ ફીની મુદતમાં વધારો કરવાનો નિર્ણય જાહેર કરી છે.