ગુજરાત સરકારે બહાર પાડી 188 જગ્યાઓ પર ભરતી
ગુજરાત સરકાર દ્વારા નવા વર્ષમાં 5000 સરકારી ભરતીઓ બહાર પડશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને સરકારે 1 જાન્યુ.એ જ 188 જગ્યાઓ માટેની જાહેરાત બહાર પાડી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સંશોધન મદદનીશ વર્ગ- 3 અને આંકડા મદદનીશ વર્ગ- 3 માટેની ખાલી જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.
ગૌણ સેવા પસંદગી મંદળ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 2 જાન્યુઆરીથી સંશોધન મદદનીશ વર્ગ-3ની 99 જગ્યા અને આંકડા મદદનીશ વર્ગ- 3ની 89 જગ્યાઓ માટે સત્તાવાર વેબસાઈડ પર ફોર્મ ભરી શકાશે. આ ફોર્મ 16 જાન્યુઆરી સુધી ભરી શકાશે. પગાર ધોરણની વાત કરવામાં આવે તો સંશોધન મદદનીશને પાંચ વર્ષ માટે 49,600 ફિક્સ પગાર સાથે જ્યારે આંકડા મદદનીશને 40,800 ફિક્સ પગાર આપવામાં આવશે.
અરજી કરનાર ઉમેદવારની ઉંમરની વાત કરવામાં આવે તો 18થી 37 વયના લોકો ફોર્મ ભરી શકે છે. ઉમેદવાર ભારતની સંસદ કે રાજ્ય વિધાનસભાના કાયદા હેઠળ સ્થાપિત કોઈ પણ યુનિ.માં આંકડાશાસ્ત્ર અથવા એપ્લાઈડ આંકડાશાસ્ત્ર અથવા ગાણિતીક આંકડાશાસ્ત્ર અથવા અર્થશાસ્ત્ર અથવા એપ્લાઈડ અર્થશાસ્ત્ર અથવા વાણિજ્ય આર્થશાસ્ત્ર અથવા ઈકોનોમેટ્રીક્સ અથવા ગણિતશાસ્ત્ર અથવા વાણિજ્ય અર્થશાસ્ત્ર અથવા એપ્લાઈડ ગણિતશાસ્ત્ર અથવા એડવાન્સ આંકડાશાસ્ત્રમાં સ્નાતક અથવા અનુસ્નાતકની ડિગ્રી ધરાવતો હોવો જોઈએ. આ સાથે કોમ્પ્યુટરના જ્ઞાન અંગે કોમ્પ્યુટર કૌશલ્યની ગુજરાત મુલ્કી સેવા કોમ્પ્યુટર કાર્યક્ષમતા નિયમો-2006 મુજબ નિયત થયેલી પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.