બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ-2025નું આયોજન, મળશે લાખો રૂપિયાનું ઇનામ

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે પણ ‘બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 18મી માર્ચથી 21મી માર્ચ સુધી સોમનાથમાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ યોજવામાં આવશે.

આ બીચ ફેસ્ટિવલમાં બીચ હેન્ડબોલ અને બીચ વોલીબોલ જેવી રમતો રમાડવામાં આવશે. આ માટે ખેલાડીઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ખેલાડીઓ 7 માર્ચ 2025 સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે.

ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવા માટે ખેલાડીએ https://sportsauthority.gujarat.gov.in/ પરથી ફોર્મ ડાઉનલોડ કરી રજિસ્ટ્રેશન કરાવી ભાગ લઈ શકાશે. બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં વિજેતા ટીમને અનુક્રમે 3 લાખ, 2 લાખ અને 1 લાખનો રોકડ પુરસ્કાર આપવામાં આવશે.