December 23, 2024

ગુજરાત સરકારની જાહેરાત, 60 પ્રોબેશન ઓફિસરની ભરતી કરશે; જાણો તમામ માહિતી

ગાંધીનગરઃ ગુજરાત સરકારે નવી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરી છે. સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના સમાજ કલ્યાણ નિરીક્ષકની કચેરી માટે પ્રોબેશન ઓફિસરની ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

પ્રોબેશન ઓફિસરની 60 જગ્યા પર ભરતી કરવામાં આવશે. લાયકાતની વાત કરીએ તો, સમાજસેવા, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્રના મુખ્ય વિષય સાથે સ્નાતક ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ ભરતી અંતર્ગતની ઓનલાઇન એપ્લિકેશનની પ્રકિયા આગામી 16મી જુલાઈથી શરૂ થશે.