January 8, 2025

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, સરકારી કર્મચારીઓ-પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો

ગાંધીનગરઃ રાજ્ય સરકારના નાણાં વિભાગે મહત્વની જાહેરાત કરી છે. સરકારી કર્મચારીઓ અને પેન્શનકારો માટે આ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે.

રાજ્ય સરકારના નાણાં વિભાગે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કર્યો છે. જુલાઈથી નવેમ્બર સુધીનું એરિયર્સ પણ ચૂકવવામાં આવશે. ડિસેમ્બર અને જાન્યુઆરીના પગારમાં મોંઘવારી ભથ્થાની રકમ ચૂકવામાં આવશે. રાજ્યમાં હવે મોંઘવારી ભથ્થાનો દર 53 ટકાએ પહોંચ્યો છે.