May 19, 2024

Gujarat : વર્ષ 2024-25 નું રૂ. 3.32 લાખ કરોડનું બજેટ રજૂ

GUJARAT - NEWSCAPITAL

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત 2047 નો જે લક્ષ રાખ્યો છે તેને સિદ્ધ કરવા માટે વિકસિત ગુજરાત વિકસિત ભારતના નિર્માણ માટે તેમજ તેને અનુરૂપ રાજ્યના ગરીબ, યુવાન, ખેડૂત, મહિલાઓ તેમજ રાજ્યના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારનું વર્ષ 2024- 25 નું રૂપિયા 3,32,465 કરોડનું અંદાજપત્ર રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે વિધાનસભા ગૃહમાં રજૂ કર્યૂ હતું.

રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજ્યના વર્ષ 2024- 25 નું રૂ. 3,32,465 કરોડનું અંદાજપત્ર રજુ કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ગત વર્ષે વિકાસના પાંચ સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ આધારિત બજેટ રજૂ કર્યું હતું. વિકસિત ભારત@2047 ના લક્ષ્યમાં ભાગીદારી નોંધાવતું અને વિકસિત ગુજરાત@2047 નું નિર્માણ કરવા માટેનો રોડ મેપ નક્કી કરતું આ અંદાજપત્ર છે.KANU DESAI - NEWSCAPITALનાગરિકોના પોષણ અને વધારે સુદ્રઢ બનાવી આવનારી પેઢીને વધારે સક્ષમ બનાવવા સુપોષિત ગુજરાત મિશનની જાહેરાત કરતા તેમણે જણાવ્યું હતું કે, વિકસિત ગુજરાત@2047 સંકલ્પનામાં કિશોરીઓની ભૂમિકા મહત્વની છે. ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં તેઓનું યોગદાન અમૂલ્ય છે. તેમના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા બજેટમાં નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, નમો લક્ષ્મી યોજનાથી ધોરણ 9 થી 12 માં કન્યાઓનો પ્રવેશ વધશે. આ યોજના માટે આગામી વર્ષમાં રૂ. 1250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચો : નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાતના ‘Vision 2047’ નું બજેટ રજૂ કરશે

વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ-11 માં રૂ. 10 હજાર અને ધોરણ-12 માં રૂ. 15 હજાર મળી કુલ 25 હજારની સહાય આપવામાં આવશે. આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક બે લાખથી વધી પાંચ લાખ થવાની ધારણા છે. આ યોજના માટે આવતા વર્ષે અંદાજે રૂ. ૪૦૦ કરોડનો ખર્ચ થશે.