છેલ્લા વર્ષે ગુજરાતમાં 18 હજારથી વધુ લોકોએ નશામુક્તિ કેન્દ્રમાં સારવાર લીધી, અચાનક 7 ટકાનો વધારો

અમદાવાદઃ નશામુક્તિ કેન્દ્રમાં સારવાર લેનારાની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં 18 હજારથી વધુ લોકોએ નશામુક્તિ કેન્દ્રમાં સારવાર લીધી છે. ટ્રીટમેન્ટ લેનારામાં એક વર્ષમાં 7 ગણો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં મોટા પ્રમાણમાં નશાકારક પદાર્થો અને દ્રવ્યોનું સેવન વધી રહ્યું છે. તેને કારણે ઘણાં લોકોએ જીવ ગુમાવ્યો છે. તો ઘણાં લોકોને રિહેબ સેન્ટરનો સહારો લેવાની જરૂર પડી છે.

દેશમાં કુલ 740 નશામુક્તિ કેન્દ્ર આવેલા છે. તેમાંથી ગુજરાતમાં કુલ 22 નશામુક્તિ કેન્દ્ર આવેલા છે. 740 નશામુક્તિ કેન્દ્ર સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ હેઠળ કાર્યરત છે. દેશભરમાં એક વર્ષમાં કુલ 6.06 લાખ લોકોએ સારવાર લીધી છે.

વર્ષ 2024-25માં નશામુક્તિ કેન્દ્રમાં સારવાર લેવામાં MP મોખરે છે. મધ્યપ્રદેશમાં સૌથી વધુ 78159 લોકોએ સારવાર લીધી છે. બીજા નંબરે ઉત્તરપ્રદેશમાં 74945 લોકોએ સારવાર લીધી છે. જ્યારે ત્રીજા નંબરે રાજસ્થાનમાં 52917 લોકોએ સારવાર લીધી છે.

ગુજરાતમાં નશામુક્તિ કેન્દ્રમાં ટ્રીટમેન્ટ લેનારના આંકડા

વર્ષ ટ્રીટમેન્ટ લેનાર
2019-20 1608
2020-21 1289
2021-22 2123
2022-23 2425
2023-24 18,716