December 18, 2024

ગુજરાત કોંગ્રેસે બજેટ વિશે કહ્યું – રાજ્યને અન્યાય થયો, કોઈ મોટા લાભ નથી આપ્યાં

અમદાવાદઃ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2024-25નું બજેટ લોકસભામાં રજૂ કર્યું હતું. તેને લઈને ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યુ છે કે, 45 વર્ષમાં સૌથી વધુ બેરોજગારીનો આંક લઈ જનારી આ સરકાર છે.

કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ બજેટ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ છે કે, ‘45 વર્ષમાં સૌથી વધુ બેરોજગારીનો આંક લઈ જનારી આ સરકાર છે. લોકસભાની અંદર રાહુલ ગાંધીએ યુવાનો માટે રોજગારી માટે સતત લડત લડી હતી. ત્રીસ લાખ જગ્યાઓ ક્યારે ભરાશે તે માટે કોઈ જ વાત કરવામાં આવી નથી.’

આ પણ વાંચોઃ Budget 2024: ગ્રાફિક્સમાં સમજો સમગ્ર બજેટ, સરકારે કઈ-કઈ મોટી જાહેરાત કરી

તેમણે વધુમાં કહ્યુ છે કે, ‘MSMEનાં ઘણાં ઉદ્યોગોને તાળાં લાગી ગયા છે. MSME માટે અને અસંગઠિત ક્ષેત્રો મજૂરો માટે કોઈ જાહેરાત નથી. ખેતી માટે સરકાર આખરે જાગીને નિર્ણય કર્યા હતા. કોંગ્રેસની મેનિફેસ્ટોમાંથી એપ્રિન્ટિસ માટે સરકારે જાહેરાત નહોતી કરી. મનરેગા યોજના માટે કોઈ જ ગંભીરતા સાથે જાહેરાત કરી નથી.’

તેમણે કહ્યુ કે, ‘આંકડાશાસ્ત્ર વિભાગ માટે કોઈ જ નાણાંકીય જોગવાઈ કરવામાં આવી નથી. ટેક્સ માટેની વાતો સામે સરકારે મલ્ટિટેક્સથી લોકોને લૂંટવાનું કામ કર્યું છે. કોર્પોરેટરને ટેક્સમાં છૂટછાટ કરીને માલેતુજારને ફાયદો કરવામાં આવ્યો છે. બજેટની અસર શેરબજાર પર જોવા મળી છે.’

આ પણ વાંચોઃ PM મોદીએ કહ્યુ – મધ્યમ વર્ગને શક્તિ આપનારું બજેટ, પહેલી જોબમાં પહેલી સેલેરી સરકાર આપશે

ગુજરાત વિશે તેમણે કહ્યુ કે, ‘ગુજરાતને કોઈ મોટા લાભ આપવામાં આવ્યા નથી. ગુજરાતને મળવાપાત્ર લાભ કોઈ જ આપવામાં આવતા નથી. કોંગ્રેસ સરકારમાં ગુજરાતને ઘણી ઇન્સ્ટિટ્યૂટ આપેલી છે. ગુજરાતને આ બજેટથી અન્યાય કરવામાં આવ્યો છે.’

સંરક્ષણ વિશે અને રેલવે વિશે તેમણે જણાવ્યુ છે કે, ‘દેશની અંદર ખાલી સંરક્ષણની વાતો ચૂંટણીમાં કરવામાં આવી હતી. સંરક્ષણમાં હજારો પદો ખાલી છે. સંરક્ષણ વિભાગને પણ અન્યાય થયો છે. રેલવેનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. ગરીબ માણસો રેલવે પણ મોંઘી થઈ છે. આગામી દિવસોમાં રેલવેને પણ મિત્રોને સોંપવાનું કામ સરકાર કરી રહી છે.’

આ પણ વાંચોઃ ભૂપેન્દ્ર પટેલે બજેટ અંગે કહ્યુ – ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરનારા રોડમેપ સમાન

તેમણે ઉમેર્યું હતુ કે, ‘આર્થિક ક્ષેત્રે સલાહકારો સરકારના નિષ્ણાતો બાબા રામદેવ જેવા વેપારીઓ છે. જે બીજાની કંપનીને દબાવી પાડવાનું કામ કરે છે. ગુલાબી પિક્ચર ગમે તેટલું રજૂ કરે પરંતુ દેશ દેવાદાર બની રહ્યો છે. લાખો કરદાતાઓને ફાયદો આપવાના બદલે ઈલેક્ટ્રો બોન્ડમાં ચૂંટણી ફ્ડ આપનારને ફાયદો કરાવ્યો છે.’