રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, નલિયા 6.2 ડિગ્રી સાથે ઠંડુગાર શહેર

Ahmedabad: હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં ઠંડીનો અહેસાસ થયો છે. લઘુતમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગ અનુસાર ઉનાળાની શરૂઆતમાં નલિયા 6.2 ડિગ્રી સાથે ઠંડુંગાર શહેર છે.
મળતી માહિતી અનુસાર ઉત્તર પૂર્વના પવનોની દિશા બદલાતા વાતાવરણમાં બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે. આજે બપોરેથી મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. રાજયના હવામાન વિભાગ અનુસાર ઉનાળાની શરૂઆતમાં નલિયા 6.2 ડિગ્રી સાથે ઠંડુંગાર શહેર છે. તો અમદાવાદમાં 16.2 ડિગ્રી, ગાંધીનગર 15.1 ડિગ્રી, વડોદરા 17.4 ડિગ્રી, રાજકોટ 17.5 ડિગ્રી, સુરેન્દ્રનગર 16.4 ડિગ્રી, અમરેલી 18.3 ડિગ્રી, મહેસાણા 14.5 ડિગ્રી, પાટણ 14.2 ડિગ્રી, ડીસા 14.7 ડિગ્રી, પાલનપુર 15.7 ડિગ્રી, કેશોદ 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આ પણ વાંચો: યુવા સરપંચની અનોખી પહેલ, નાની ભટલાવમાં લાઈબ્રેરી અને અને રમત-ગમતનું મેદાન બનાવ્યું