ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળે રામલલ્લાના દર્શન કર્યા

ભૂપેન્દ્ર પટેલે મંત્રીમંડળ સાથે રામલલ્લાના દર્શન કર્યા
અમદાવાદ: અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ અલગ અલગ દિવસે દેશનાં અલગ અલગ રાજ્યોનાં મંત્રીમંડળ અયોધ્યાના રામ મંદિરે દર્શને જઈ રહ્યા છે. ત્યારે આજે ગુજરાતના મંત્રીમંડળે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કર્યા છે.

રામ મંદિરના નિર્માણ બાદ સમગ્ર મંત્રીમંડળ દર્શને પહોંચ્યું છે. મુખ્યમંત્રી સહિત કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ અયોધ્યા પહોંચ્યા છે. નોંધનીય છે કે, સવારે 8.45 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી અયોધ્યા જવા રવાના થયા હતા અને મંત્રીમંડળ ઉપરાંત વિધાનસભા અધ્યક્ષ પણ અયોધ્યા પહોંચ્યા છે.
મળતી માહિતી અનુસાર, આજે ગુજરાતનું મંત્રી મંડળ અયોધ્યા જશે. CM ભુપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ અયોધ્યાની મુલાકાતે છે. મહત્વનું છે કે, રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, દેશમાં જે સનાતન ધર્મમાં માને છે તેમની માટે ઉત્સાહનો પર્વ છે. વધુમાં તેમણે કહ્યું છે કે, વિધાનસભાના સત્રના કારણે અમે અયોધ્યા જઈ શક્યા નથી. હવે સત્ર પૂર્ણ થયા બાદ અમે સૌ અયોધ્યા જઈ રહ્યા છીએ.

વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, ગુજરાતના લોકોમાટેની સમૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરીશું. આગામી 25 વર્ષનો જે રોડ મેપ છે તેની માટે ભગવાનને પ્રાર્થના કરીશું.
