December 23, 2024

હવામાન વિભાગની આગાહીને પગલે મુખ્યમંત્રીનું 7 જિલ્લાના કલેક્ટરને સતર્ક રહેવા સૂચન

ગાંધીનગર: હવમાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન મહત્તમ સપાટી પરના પવનની ઝડપ 40-60 કિમી પ્રતિ કલાક રહે તેવી શક્યતા છે. ત્યાં જ રાજ્યના દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ભરૂચ, વડોદરા, પંચમહાલ, આણંદ, કચ્છ અને સુરેન્દ્રનગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યના બનાસકાંઠા, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, અમદાવાદ, ખેડા, મહિસાગર, અરવલ્લી, ગાંધીવગર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણમાં વીજળીના કડાકાભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો: રશિયાની 38 માળની ઈમારતને ટકરાયું યુક્રેનનું ડ્રોન, 9/11 ના હુમલા જેવું ભયાનક દ્રશ્ય

હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્ય સરકારે NDRFની ટીમોને સ્ટેન્ડબાય કરી દીધી છે. ભાવનગરને રેડ એલર્ટ અપાયું તેને લઈ NDRFની ટીમ ભાવનગર આવી પહોંચી છે. ત્યાં જ વડોદરામાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે.

આ જિલ્લા કલેક્ટરોને સતર્ક રહેવા નિર્દેશ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી સમયમાં રાજ્યમાં ભારે વરસાદને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહીના સંદર્ભમાં આ જિલ્લા કલેક્ટરોને સતર્ક રહેવા અને તૈયાર રહેવાનો નિર્દેશ પણ આપ્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે મોડી રાત્રે રાજ્યના વધુ 7 જિલ્લાઓના કલેક્ટર સાથે ટેલિફોન પર વાત કરી અને તેમના જિલ્લાઓમાં વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ વિશે માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્ર વિસ્તારના મોરબી, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાત પ્રદેશના ભરૂચ અને ડાંગ જિલ્લાના કલેક્ટરોનો ટેલિફોન દ્વારા સંપર્ક કરીને તેમના જિલ્લાઓમાં વરસાદને કારણે સર્જાતી પરિસ્થિતિ પર સતત નજર રાખવા અને સલામતી સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. લોકોના જીવન, સંપત્તિ અને પ્રાણીઓની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન અંગે સાવચેત રહેવા પણ જણાવ્યું હતું.

રાજ્ય સરકારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ સજ્જ છે. આ સાથે જ લોકોને સાવધાન રહેવા તથા બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.