December 28, 2024

ગુજરાતમાં ચાંદીપુરા નવા 57 કેસ પોઝિટિવ, અત્યાર સુધીમાં 65નાં મોત

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસ એટલે કે ચાંદીપુરા વાયરસના કુલ 151 કેસ નોંધાયા છે. જેમાંથી હાલમાં કુલ 57 કેસ પોઝિટિવ છે. જ્યારે 65 દર્દીઓનું વાયરસના કારણે મોત નીપજ્યું છે.

રાજ્યમાં સાબરકાઠાંમાં 16, અરવલ્લીમાં 7, મહીસાગરમાં 3, ખેડામાં 7, મહેસાણામાં 9, રાજકોટમાં 7, સુરેન્દ્રનગરમાં 5, અમદાવાદ કોર્પોરેશનમાં 12, ગાાંધીનગરમાં 8,પંચમહાલમાં 16, જામનગરમાં 6, મોરબીમાં 6, ગાંધીનગર કોર્પોરેશનમાં 3, છોટા ઉદેપુરમાં 2, દાહોદમાં 4, વડોદરામાં 7, નર્મદામાં 2, બનાસકાંઠામાં 6, વડોદરા કોર્પોરેશનમાં 2, ભાવનગરમાં 1, દ્વારકામાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 4, કચ્છમાં 5, સુરત કોર્પોરેશનમાં 2, ભરૂચમાં 4, અમદાવાદમાં 2, જામનગર કોર્પોરેશનમાં 1, પોરબંદરમાં 1, પાટણમાં 1 તેમજ ગીર સોમનાથમાં 1 શંકાસ્પદ કેસ મળી આવ્યા છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 7 ઈંચ

આ તમામ પૈકી સાબરકાંઠામાં 6, અરવલ્લીમાં 3, મહીસાગરમાં 2, ખેડામાં 4, મહેસાણામાં 5, રાજકોટમાં 3, સુરેન્દ્રનગરમાં 3, અમદાવાદ કોર્પોરેશનમાં 3, ગાંધીનગરમાં 2, પંચમહાલમાં 7, જામનગરમાં 1, મોરબીમાં 1, દાહોદમાં 3, વડોદરામાં 1, બનાસકાંઠામાં 1, દ્વારકામાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, કચ્છમાં 4, સુરત કોર્પોરેશનમાં 2, ભરૂચમાં 1, અમદાવાદમાં 1, પોરબંદરમાં 1 તેમજ પાટણમાં 1 મળીને કુલ ચાંદીપુરા વાયરસના 57 કેસ પોઝિટિવ મળી આવ્યા છે.

આ પણ વાંચોઃ સુરતીઓને વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાવનારા વ્યાજખોરની ધરપકડ

આ વાયરસથી મોત અંગે વાત કરવામાં આવે તો, સાબરકાંઠામાં 5, અરવલ્લીમાં 3, મહીસાગરમાં 2, ખેડામાં 2, મહેસાણામાં 3, રાજકોટમાં 4, સુરેન્દ્રનગરમાં 2, અમદાવાદ કોર્પોરેશનમાં 6, ગાાંધીનગરમાં 3, પંચમહાલમાં 7, જામનગરમાં 3, મોરબીમાં 4, ગાંધીનગર કોર્પોરેશનમાં 2, દાહોદમાં 3, વડોદરામાં 2, નર્મદામાં 1, બનાસકાંઠામાં 3, વડોદરા કોર્પોરેશનમાં 1, દ્વારકામાં 1, કચ્છમાં 3, સુરત કોર્પોરેશનમાં 1, ભરૂચમાં 1, જામનગર કોર્પોરેશનમાં 1, ગીર સોમનાથમાં 1 તેમજ પાટણમાં 1 એમ કુલ 65 દર્દીઓનાં મોત નીપજ્યા છે.