December 22, 2024

ચાંદીપુરા વાયરસથી વધુ એક મોત, ગોધરાના કોટડા ગામની બાળકીનો ભોગ લીધો

ગોધરાઃ રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક મોત નીપજ્યું છે. કોટડા ગામમાંથી શંકાસ્પદ કેસ મળી આવ્યો હતો. ત્યારે 4 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. ત્યારે સારવાર દરમિયાન જ બાળકીનું મોત નીપજ્યું છે. બાળકીને તાવ અને ખેંચ આવવા સાથે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ત્યારે તાત્કાલિક સારવાર મળતા તબિયતમાં સુધારો હતો. પરંતુ ગઈકાલે રાતે અચાનક જ બાળકીનું મોત નીપજ્યું હતું.

પંચમહાલના આરોગ્ય વિભાગે સર્વેલન્સ કામગીરી હાથ ધરી છે. કોટડા ગામના બારીયા ફળિયામાં ગઈ કાલે કામગીરી કરવામાં આવી હતી. હાલ બાળકીના સીરમ સેમ્પલ લઈ પૂણેની લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે.