December 17, 2024

નવા ચૂંટાયેલા 5 MLAની શપથવિધિ, Modhwadia-Dharmendra Singh લીધા શપથ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં જીતેલા પાંચ MLAની શપથવિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદરથી ચૂંટાયેલા MLA અર્જુન મોઢવાડિયા, ખંભાતથી ચૂંટાયેલા ધારાસભ્ય ચિરાગ પટેલ, વાઘોડિયાથી ચૂંટાયેલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, માણાવદરથી ચૂંટાયેલા અરવિંદ લાડાણી, વિજાપુરથી ચૂંટાયેલા સીજે ચાવડાએ શપથ લીધા હતા. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પાંચેય ધારાસભ્યને ગોપનિયતાના શપથ લેવડાવ્યા છે.

ગત 7મી મેના દિવસે ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે પાંચ બેઠક પર મતદાન યોજવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ પાંચેય વિધાનસભા બેઠક પર તે જ દિવસે લોકસભા ચૂંટણી માટે પણ મતદાન યોજવામાં આવ્યું હતું.

સીટ ભાજપ કોંગ્રેસ
વિજાપુર સીજે ચાવડા દિનેશ પટેલ
ખંભાત ચિરાગ પટેલ મહેન્દ્રસિંહ પરમાર
પોરબંદર અર્જુન મોઢવાડિયા રાજુ ઓડેદરા
માણાવદર અરવિંદ લાડાણી હરિભાઈ કણસાગરા
વાઘોડિયા ધર્મેન્દ્રસિંહ વાઘેલા કનુભાઈ ગોહિલ

આ પણ વાંચોઃ ગુજરાતીઓ સાવધાન! છત્રી-રેઇનકોટ તૈયાર રાખજો, હવામાન વિભાગની મોટી આગાહી

ગુજરાત વિધાનસભામાં હવે ભાજપનું સંખ્યાબળ વધીને 161 થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની પાંચેય બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં ચાર ઉમેદવાર કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા અને ભાજપે તેમને ટિકિટ આપીને રિપિટ કર્યા હતા. જ્યારે વાઘોડિયા સીટ પર અપક્ષ જીતેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા અને ભાજપે તેમને ફરી ટિકિટ આપી હતી. ત્યારે આ પાંચેય બેઠક ભાજપ જીતી ગયું હતું.