February 21, 2025

Gujarat Budget 2025: ગૃહ વિભાગ માટે કુલ રૂપિયા 12659 કરોડની જોગવાઇ

Home Department: રાજ્યમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સાયબર ક્રાઈમ, સાયબર સિક્યુરિટી અને સાયબર ઈન્ટેલિજન્સની વ્યવસ્થા ઊભી કરવાનું આયોજન છે. જે માટે 1186 રૂપિયાનવી જગ્યાઓ તથા આઈ.ટી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂપિયા 299 કરોડની જોગવાઇ. રાજ્યની વિશિષ્ટ પોલીસ ટૂકડીઓ જેમકે BDDS (Bomb Detection and Disposal Squad) ટીમો, QRT(Quick Response Team) ટીમો, SDRF (State Disaster Response Force)કંપનીઓ તેમજ ચેતક કમાન્ડો માટે સાધન સામગ્રીની ખરીદી માટે રૂપિયા 63 કરોડની જોગવાઇ.

આ પણ વાંચો: Gujarat Budget 2025: કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂપિયા 22498 કરોડની જોગવાઇ

ટ્રાફિક પોલીસ સ્ટેશન ઊભું કરાશે
સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતી નિમિત્તે “એક ભારત, શ્રેષ્ઠ ભારત” વિઝનની ઉજવણી માટે રૂપિયા 10 કરોડની જોગવાઇ. રાજ્યના તમામ બાકી રહેતા ૨૪ જિલ્લાઓ ખાતે સાયબર ફોરેન્સિક યુનિટ શરૂ કરવા માટે રૂપિયા 30 કરોડની જોગવાઇ. એન્‍ટી નાર્કોટિકસ ટાસ્ક ફોર્સ(ANTF) માટે રૂપિયા 23 કરોડની જોગવાઇ. રાજ્યની તમામ જેલો તથા તાલુકા સબ જેલો ખાતે સેન્‍ટ્રલાઇઝ કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ સીસ્ટમ માટે રૂપિયા 44 કરોડની જોગવાઇ. રાજ્યમાં શહેરી વિસ્તારોમાં માર્ગ સલામતી માટે ટ્રાફિક પોલીસની હાજરી વધારવા 1390 નવી જગ્યાઓ ઊભી કરવા માટે રૂપિયા 63 કરોડની જોગવાઇ. રાજ્યમાં પોલીસ ખાતાના રહેણાંક તેમજ બિન રહેણાંક મકાનોના બાંધકામ માટે રૂપિયા 982કરોડની જોગવાઇ. વિવિધ જેલોના તેમજ અન્ય મકાનોના બાંધકામ માટે રૂપિયા 217 કરોડની જોગવાઇ. વલસાડ જિલ્લાના વાપી શહેર ખાતે ટ્રાફિક પોલીસ સ્ટેશન ઊભું કરવામાં આવશે.