ધો.12ની બોર્ડની પરીક્ષાની તારીખમાં કરાયો મોટો ફેરફાર, આ રહ્યું નવું સમયપત્રક
Gujarat Board Exam: ધૂળેટીની રજાને લઈને ધોરણ 12ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ધૂળેટીની રજા 13 માર્ચે હોવાના કારણે પરીક્ષા તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: AMCએ બજેટ માટે રિવ્યૂ બેઠક કરી, વિપક્ષના નેતાએ કહ્યું માત્ર ટાઈમ પાસની બેઠક
પરીક્ષા તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો
ભૂગોળની પરીક્ષા 7 માર્ચના સ્થાને 12 માર્ચ યોજાશે. સામાજિક વિજ્ઞાન, ચિત્રકામ અગ્રિકલચર સહિતના વિષય પરીક્ષા 12 માર્ચની જગ્યાએ 15 માર્ચે યોજાશે. 13 તારીખે યોજાનાર ફારસી સંસ્કૃત અરબી પ્રકૃતની પરીક્ષા 17એ યોજાશે. પરિક્ષાની સાથે તહેવાર પણ સાથે આવી રહ્યો હતો. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.