December 19, 2024

ધોરણ-12નું વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર

Gujarat Board 12th Result 2024:  ગુજરાત બોર્ડ ધોરણ-12વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જઈને પરિણામ જોઈ શકે છે. મળતી માહિતી અનુસાર ધોરણ 12 સાયન્સના રિઝલ્ટમાં મોરબી જિલ્લાનો દબદબો જોવા મળ્યો છે. તો બોડેલીમાં સૌથી ઓથું પરિણામ આવ્યું છે.

મળતી માહિતી અનુસાર પહેલી વખત સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ એકસાથે જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સઅપ પર પણ પોતાનું રિઝલ્ટ જોઈ શકશો. જેના માટે 635 730 0971 પર બેઠક ક્રમાંક લખીને મોકલવાનું રહેશે. જ્યાં તમે પરિણામ જોઈ શકશો. રાજ્યમાં 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ છે. ગયા વર્ષે 65.58 ટકા પરિણામ વિજ્ઞાન પ્રવાહનું હતું.

ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયુ છે. તેમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યું છે. તેમજ ગત વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં 65 ટકા પરિણામ હતુ. વિદ્યાર્થીઓનું 82.53 ટકા, વિદ્યાર્થિનીનું પરિણામ 82.35 ટકા આવ્યું છે. તેમજ કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ પરિણામ આવ્યું છે. તેમજ મોરબી જિલ્લાનું સૌથી વધુ પરિણામ છે. ગત વર્ષની સરખામણીમાં સારૂ પરિણામ આવ્યું છે.

નોંઘનીય છે કે ગત વર્ષની તુલનામાં આ વર્ષનું પરિણામ ખૂબ સારુ છે. ધો12 વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ પરિણામ ધરાવતો જીલ્લો મોરબી છે. તો ધો.12 વિજ્ઞાન પ્રવાહનુ પરિણામ 82.5 ટકા અને ધો.12 સામાન્ય પ્રવાહનુ પરિણામ 91.93 ટકા છે. ધો12 વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ પરિણામ ધરાવતુ કુંભારિયા કેન્દ્ર છે તો ધો.12 સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ પરિણામ ધરાવતો જીલ્લો બોટાદ છે. તેમજ ધો.12 સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ પરિણામ ધરાવતુ કેન્દ્ર છાલા છે. ધો12 વિજ્ઞાન પ્રવાહમાં સૌથી ઓછુ પરિણામ ધરાવતુ કેન્દ્ર બોડેલી છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછુ પરિણામ ધરાવતુ કેન્દ્ર ખાવડા છે. ધો12 વિજ્ઞાન પ્રવાહમાં સૌથી ઓછુ પરિણામ ધરાવતો જીલ્લો છોટા ઉદેપુર છે.

વધુમાં ધો.12 સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછુ પરિણામ ધરાવતો જીલ્લો જુનાગઢ છે. ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 127 છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 1609 છે. ધો 12 વિજ્ઞાન પ્રવાહમાં 10 ટકાથી ઓછુ પરિણામ ધરાવતી શાળાઓ 27 છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં 10 ટકાથી ઓછુ પરિણામ ધરાવતી શાળાઓ 19 છે તો ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓનુ પરિણામ 82.53 ટકા છે. ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીનીઓનુ પરિણામ 82.35 ટકા છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીઓનુ પરિણામ 89.45 ટકા છે. ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં દિવ્યાંગ ઉમેદવારોની સંખ્યા 180 હતી. તો 12 સામાન્ય પ્રવાહમાં દિવ્યાંગ ઉમેદવારોની સંખ્યા 2367 હતા.

સતત અપડેટ ચાલુ છે