ગુજરાત ATSએ જાસૂસી મામલે આરોપી દિપેશને ઓખાથી ઝડપ્યો, કોસ્ટગાર્ડની કરતો હતો જાસૂસી

Gujarat: ગુજરાત ATSએ જાસૂસી મામલે એકની વ્યક્તિની ધરપકડ કરી છે. કોસ્ટગાર્ડની જાસૂસી કરતા હોવાનું સામે આવતા તપાસનો દોર ચાલું છે. જાસૂસી કરનાર આરોપી દિપેશ ઓખાથી ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. આ સિવાય આરોપી પાકિસ્તાની જાસૂસી એજન્સી સાથે સંપર્કમાં રહી માહિતી મોકલતો હોવાનો પણ ખુલાસો થયો છે.
મળતી માહિતી અનુસાર ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. જાસૂસી મામલે દિપેશ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવશે છે. કોસ્ટગાર્ડની જાસૂસી કરતા હોવાનું સામે આવ્યું છે. જોકે, આકોપી દિપેશને ઓખાથી ઝડપી પાડ્યો છે. આરોપી દિપેશ પાકિસ્તાની જાસૂસી એજન્સી સાથે સંપર્ક મા રહી માહિતી મોકલતો હતો. તેમજ કોસ્ટગાર્ડના શીપની મુવમેન્ટ જાણી તેની માહિતી આપતો હોવાનું પણ સામે આવ્યું છે. આ સિવાય જાસૂસના ફોનમાંથી અનેક માહિતી મોકલી છે તે મળી આવી છે.
આ પણ વાંચો: ગાંધીધામમાં પોલીસને પેટ્રોલિંગ સમયે મળી આવ્યો કરોડોની કિંમતનો માદક પદાર્થ