December 25, 2024

આંતક ફેલાવવા આવેલા 4 આતંકીઓની Gujarat ATSએ Ahmedabad એરપોર્ટ પર કરી ધરપકડ

મિહિર સોની, અમદાવાદ: ગુજરાતમાં ફરી આતંકવાદી ષડયંત્રનો થયો પર્દાફાશ થયો છે. ગુજરાત ATSએ ઇસ્લામિક સ્ટેટ આતંકી સંગઠનના 4 આતંકીઓને અમદાવાદ એરપોર્ટથી ઝડપી પાડ્યા છે. સ્યુસાઇડ બોમ્બર એવા આતંકીઓ શ્રીલંકાથી અમદાવાદ આવ્યા હતા. આતંકવાદીઓ ષડયંત્રને અજામ આપે તે પહેલાં જ ગુજરાત ATSએ ઝડપી લીધા હતા.

દેશમાં આંતક ફેલાવવા આવેલા ઇસ્લામિક સ્ટેટના 4 આતંકવાદીઓને ગુજરાત ATSએ અમદાવાદ એરપોર્ટથી ઝડપી લીધા હતા. મોહંમદ નુસરથ અહેમદ ગની, મોહમદ નફરાન, મોહમદ ફારીસ,અને મોહમદ રસદીન નામના આતંકવાદીઓ મૂળ શ્રીલંકાના રહેવાસીઓ છે. જે ગુજરાત અને અન્ય રાજ્યોમાં આતંકી પ્રવૃતિ કરવા માટે અમદાવાદમાં આવ્યા હતા, પરંતુ ગુજરાત ATSના DYSP હર્ષ ઉપાધ્યાયને મળેલી માહિતીથી 4 આતંકીઓનો પર્દાફાશ થયો. સમગ્ર ઘટનાની વાત કરીએ તો ATSને માહિતી મળી હતી કે 18 અને 19 મેના રોજ દક્ષિણ સાઉથ તરફથી આતંકીઓ હવાઈ કે ટ્રેન મારફતે અમદાવાદમાં પ્રવેશ કરવાના છે. જેના આધારે ગુજરાત ATSએ અમદાવાદ આવનાર તમામ પેસેન્જરોની માહિતી મેળવીને એનાલિસિસ શરૂ કર્યું. આ એનાલિસિસ દરમ્યાન ચેન્નઇથી આવતી ઇન્ડિગો ફ્લાઈટમાં એક PNR નંબરથી 4 વ્યક્તિનું બુકીંગ કરવામાં આવ્યું હતું. જે કોલંબોથી ચેન્નઇ અને ચેન્નઇથી અમદાવાદની ટીકીટ બુક કરાવી હતી. 19 મેના રોજ રાત્રે 8 વાગે અમદાવાદ એરપોર્ટ પર આ ફ્લાઇટ લેન્ડ કરી હતી, ત્યારે ATSની ટીમ આ શકસપદ આતંકીઓના વોચમાં હતી. આતંકીઓ એરપોર્ટથી બહાર નીકળ્યા ત્યારે ATSએ ઝડપી લીધા. તેમના મોબાઈલની તપાસ કરતા તેઓ ઇસ્લામિક સ્ટેટના ISના આતંકીઓ હોવાનો ખુલાસો થયો.

ગુજરાત ATSની તપાસમાં ખુલાસો થયો કે આતંકી મોહમદ નુશરથ જે પાકિસ્તાનના હેડલર અબુ બકર બગદાદીના સંપર્કમાં હતો અને પાકિસ્તાન હેડલરના સૂચના આધારે આતંકી પ્રવુતિ કામ કરી રહ્યા હતા. આ ચારેય આતંકીઓ શ્રીલંકન રેડીકલ મિલિટન્ટ આઉટફિટ નેશનલ તૈહીથ જમાતના સભ્યો હતા. જેને શ્રીલંકા સરકારે 2019માં પ્રતિબધિત જાહેર કરી હતી અને ત્યાર બાદ આ આતંકીઓ અબુના સંપર્ક આવ્યા હતી ત્યારબાદ તેની પ્રેરણાથી આતંકી સંગઠન ISના સભ્ય બન્યા. શપથ લઈને આતંકી પ્રવૃત્તિ કરવા અને સ્યુસાઇડ બોમ્બર તરીકે જેહાદી કૃત્ય કરવાની તૈયારી બતાવી હતી. જેથી પાકિસ્તાન હેન્ડલ અબુએ રૂ 4 લાખની શ્રીલંકન કરન્સી આતંકીઓને આપી હતી. ત્યાર બાદ અબુની સૂચનાથી આતંકીઓ ચેન્નઇ પહોંચ્યા ત્યારે એરપોર્ટ પરથી આતંકીઓને અબુ દ્વારા હથિયાર મેળવવા ફોટો અને લોકેશન મોબાઈલના પ્રોટોલ મેઈલમાં મોકલ્યા હતા. ગુજરાત ATS જ્યારે પ્રોટોલ ડ્રાઈવ તપાસ કરી તો 5 શંકાસ્પદ ફોટો મળ્યા હતા. આ
ફોટોગ્રાફમાં એક પાણીની કેનાલ, મોટા પથ્થરોની નીચે બખોલમાં ગુલાબી કલરમાં પાર્સલમાં રાખેલું વસ્તુ, બ્રાઉન સેલોટેપ વિટાયેલા ગુલાબી કલરનું પાર્સલનું લોકેશન મળ્યું હતું. જેના આધારે ATS તપાસ કરતા ચિલોડા નજીક નર્મદા કેનાલ પાસેના સ્થળે પહોંચી હતી અને ફોટોમાં જોવા મળતા લોકેશનથી પાકિસ્તાન મેડ 3 પિસ્તોલ અને 3 લોડેડ મેગેજીન મળી આવ્યા હતા. આ હથિયાર પાકિસ્તાનથી બનાવેલા હતા. તેની ઉપર સ્ટારનું સાઈન પણ મળ્યું હતું. સાથે FATA લખેલ 20 કાર્ટુસ પણ કબ્જે કર્યા છે. આ ઉપરાંત અરબી ભાષાનું લખાણ સાથેનું ઇસ્લામિક ફ્લેગ મળ્યું હતું.

પકડાયેલા આતંકીઓ હિન્દી, ગુજરાતી કે અંગ્રેજી ભાષા સમજતા નહતા. તેઓ તમિલ ભાષાના જાણકાર હતા. જેથી ATSએ દુભાશયની મદદથી 4 આતંકીઓની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે જાણવા મળ્યું કે આ આતંકીઓના ટ્રાગેટમાં યહૂદી, ખ્રિસ્તી , BJP તથા RSSના સભ્યો હતા અને આ આતંકીઓ સ્યુસાઇડ બોમ્બર બનીને આંતક ફેલાવવાના ષડયંત્ર કરી રહ્યા હોવાના પુરાવા પણ મળી આવ્યા છે એટલું જ નહીં મોહમદ નુસરથ પાસેથી પાકિસ્તાન અને શ્રીલંકાના બે અલગ અલગ વિઝા મળી આવ્યા હતા. આ આતંકીઓના ગુજરાત ATS દ્વારા કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ આતંકીઓને શ્રીલંકા, ચેન્નઇ અને અમદાવાદના કનેક્શનની તપાસ શરૂ કરી છે. પાકિસ્તાન મેડ હથિયાર અમદાવાદના ચિલોડા નજીક કેવી રીતે પહોંચ્યા અને કોણ આ હથિયાર મૂકી ગયું. આ ઉપરાંત આતંકીઓને શ્રીલંકાથી અમદાવાદ પહોંચાડવા કોને કોને મદદ કરી હતી તે તમામ મુદ્દે ATS દ્વારા તપાસ શરૂ કરાઈ.