November 5, 2024

ગુજરાત વિધાનસભાનું બિલ્ડીંગ બન્યું જર્જરિત? લટકતી જોવા મળી છત

ગાંધીનગર: સમગ્ર ગુજરાતની જનતાના પ્રાણ પ્રશ્નોનું જે સ્થળે નિરાકરણ કરવામાં આવે છે તેવા ગાંધીનગર ખાતે આવેલા ગુજરાત વિધાનસભા બિલ્ડિંગ આજે ફરી ચર્ચામાં આવી છે. ચર્ચા પાછળનું કારણ કોઈ વિધેયક નહીં પરંતુ બિલ્ડિંગ પોતે જ છે. વાત એમ છે કે કરોડોના ખર્ચે હજુ થોડા સમય પહેલા જ ગુજરાત વિધાનસભાનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે જે જોઈને લાગે છે કે જો વિધાનસભા બિલ્ડિંગના આવા હાલ હોય તો જાહેર સ્થળોનું પૂછવું જ શું.

વાસ્તવમાં, વિધાનસભાના બિલ્ડીંગમાં ફરી ભંગાણ થયાના દ્રશ્યો સામે આવ્યા છે. ગુજરાત વિધાનસભાની બિલ્ડીંગમાં ઉપર છત લટકતી જોવા મળી છે. થોડા સમય પહેલા જ 120 કરોડના ખર્ચે વિધાનસભા બિલ્ડીંગનું રીનોવેશન કરવામાં આવ્યું હતું. લટકતી સ્લેબના કારણે અકસ્માત થવાની ભીતી સેવવામાં આવી રહી છે. અગાઉ પણ બે વર્ષ પહેલાં સ્લેબ પડવાની ઘટના બની હતી. સદનસીબે ટે સમયે મોટી જાનહાની ટળી ગઈ હતી. ત્યારે હવે, 8 વર્ષના ગાળામાં વિધાનસભા છતમાં નુકસાન થઈ રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. ફરી એક વખત વિધાનસભાનું બિલ્ડીંગ જર્જરિત બન્યું છે.