January 18, 2025

Gujarat ભરમાં 13મી જૂને Adaniના CNG પંપની એક દિવસીય હડતાલ, જાણો કારણ

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં અદાણીના CNG પંપ 13મી જૂનના દિવસે બંધ રાખવામાં આવશે. ડિલર્સ એસોસિએશને આ નિર્ણય લીધો છે. યોગ્ય કમિશન ન મળતા તેમણે બંધ રાખવાનું નક્કી કર્યું છે.

અદાણીને અન્ય કંપનીઓની સરખામણીએ ઓછું કમિશન આપતા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેને લઈને ડિલર્સ એસોસિએશને અદાણીના CNG પંપ તારીખ 13મી જૂનના દિવસે બંધ રાખવાનું નક્કી કર્યું છે. સમગ્ર રાજ્યમાં આવેલા પંપ આ દિવસે બંધ રહેશે તેવી જાહેરાત કરી છે. 13મી જૂનના દિવસે સવારે 7 વાગ્યાથી 14મી જૂન સવારે 7 વાગ્યા સુધી તમામ પંપ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, 13મી જૂનના દિવસે એમ્બ્યુલન્સ અને ફાયર વિભાગની ગાડીને CNG પૂરાવવાનું હશે તો તેમને ભરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ વડોદરા, રાજકોટ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો

ગુજરાત ગેસમાં ડિલર્સને ટ્રેડ માર્જિન રૂપિયા 4.13 મળે છે. જ્યારે અદાણીના ગેસ પંપમાં ડિલર્સને ટ્રેડ માર્જિન રુપિયા 3.74 મળે છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત ગેસની સરખામણીએ અદાણી ગેસનો ભાવ 2.71 રૂપિયા વધુ છે. ત્યારે માર્જિન ઓછું મળતું હોવાને કારણે ડિલર્સ એસોસિએશને બંધ પાળવાનો નિર્ણય લીધો છે.