December 23, 2024

ભૂતિયા શિક્ષકનો મુદ્દો વિધાનસભામાં ઉછળ્યો, શિક્ષણ મંત્રીએ કહ્યું – બરતરફ કરવાની કામગીરી ચાલુ

ગાંધીનગરઃ NewsCapitalના અહેવાલના પડઘા વિધાનસભામાં સુધી સંભળાયા છે. વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન ગૃહમાં ભૂતિયા શિક્ષકોનો મુદ્દો ઉછળ્યો છે. વિધાનસભામાં ભૂતિયા શિક્ષકો અંગે ચર્ચા કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, NewsCapital એ સમગ્ર રાજ્યમાં આવા ભૂતિયા શિક્ષકો સામે એક મુહિમ ઉપાડી હતી અને આ મુહિમ અંતર્ગત રાજ્યમાંથી વિવિધ ભૂતિયા શિક્ષકોનો પર્દાફાશ કર્યો હતો. ત્યારે NewsCapitalની મુહિમ રંગ લાવી છે. ભૂતિયા શિક્ષકો મુદ્દે ધારાસભ્ય કાંતિ ખરાડીએ ગૃહમાં પ્રશ્ન પૂછ્યો હતો.

આ પણ વાંચોઃ ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ, કાળા જાદુ વિરુદ્ધનું બિલ રજૂ કર્યું

આ મામલે શિક્ષણ મંત્રીએ ગૃહમાં જવાબ આપ્યો છે. બનાસકાંઠા અને પાટણમાં છેલ્લા 6 માસમાં સરકારી શિક્ષક પગાર હાંસલ કરનારા શિક્ષકો સામે આવ્યા છે. જેમાં બનાસકાંઠામાં 12 શિક્ષકો ગેરહાજર છે. પાટણમાં 7 શિક્ષકો ગેરહાજર છે. સરકારે એકપણ શિક્ષકને પગાર આપ્યો નથી. સતત ગેરહાજર રહેલા શિક્ષકોને બરતરફ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે કેટલાક શિક્ષકોને હજુ બરતરફ કર્યા નથી. એમની રજાના દિવસો પૂર્ણ થયા બાદ તેઓ હાજર ન થાય પછી નિયમ પ્રમાણે તેમને બરતરફ કરવામાં આવશે.