December 19, 2024

75 પાલિકામાંથી હટશે વહીવટદારોનું ‘રાજ’, ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે પાલિકા-પંચાયતની ચૂંટણી

ગાંધીનગરઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે ઝવેરી કમિશને OBC અનામતનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપ્યો હતો. ત્યારે રિપોર્ટ બાદ 27 ટકા OBC અનામતનું જાહેરનામું સરકારે જાહેર કર્યું છે.

OBC અનામત જાહેર થતા સ્થાનિક સ્વરાજ્યમાં રહેલી વહીવટી પાંખ દૂર થશે. 75 નગરપાલિકા, 2 જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયતમાં નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. 27 ટકા OBC પ્રમાણે વોર્ડ, પદાધિકારીના રોટેશન પ્રમાણે નોટિફિકેશન જાહેર કરવામાં આવશે.

આગામી ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. ત્યારે દોઢ વર્ષથી ચાલતા વહીવટદારોનું રાજ દૂર થશે. રાજ્યના નવસારી, ગાંધીધામ, વાપી, મહેસાણા સહિત 8 શહેરોમાં ચૂંટાયેલી પાંખ બરખાસ્ત થશે. આગામી એક અઠવાડિયામાં ચૂંટણીલક્ષી નોટિફિકેશનની જાહેરાત કરવામાં આવશે.

GMCમાં નવો એક્ટ લાગુ થતા હવે જનપ્રતિનિધિ પાંચ વર્ષ સુધી સત્તા નહીં ભોગવી શકે. જૂનાગઢ સહિત સરકાર જાહેર કરેલી નવી મહાનગરપિલાકમાં એકસાથે ચૂંટણીનું આયોજન કરવામાં આવશે.