લ્યો બોલો, રાજ્યની 53 નગરપાલિકા પાસે વીજબિલ ભરવા રૂપિયા નથી!

Gujarat Government: રાજ્યની નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ અત્યંત કફોડી જોવા મળી રહી છે. રાજ્યમાં મોટાભાગની નગરપાલિકાઓ એવી છે કે જેની તિજોરીઓ ખાલી છે. હાલાત એટલી ખરાબ છે કે વીજ બિલ ભરવા માટે પણ પૈસા નથી.

આ પણ વાંચો: કાર કેનાલમાં પડવાના કેસમાં ત્રીજો મૃતદેહ મળ્યો. 7 કિમી દૂર હતું શબ

53 નગરપાલિકાનું વીજ બિલ બાકી
વિધાનસભા સત્રમાં રાજ્યની 53 નગરપાલિકાએ વીજ બિલની ચૂકવણી ન કરી હોવાની વિગતો સામે આવી છે. આ બિલની ચૂકવણી કરોડોની સંખ્યામાં છે. અનંત પટેલના સવાલ પર સરકારે જવાબ આપ્યો હતો. નગરપાલિકાઓને વીજબિલની ચૂકવણી માટે સરકારે લોન આપી છે. સરકારે 53 નગરપાલિકાઓને 190 કરોડ રૂપિયાની લોન આપી હતી.