December 23, 2024

ગુજરાતની 26 લોકસભા બેઠક પર ચિત્ર સ્પષ્ટ, કયા ઉમેદવારો વચ્ચે જામશે જંગ?

અમદાવાદઃ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ગુજરાતમાં આગામી 7મી મેના દિવસે મતદાન યોજાવવાનું છે. જેને લઈને તમામ પાર્ટીઓ જોરશોરથી પ્રચાર પ્રસારમાં લાગી ગઈ છે. ત્યારે ગઈકાલે કોંગ્રેસે ગુજરાતની બાકી રહેલી 4 સીટ પર ઉમેદવારની જાહેરાત કરી નાંખી હતી. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીની પાંચ બેઠક પર પણ ઉમેદવારની જાહેરાત કરી હતી.

આ સાથે જ ગુજરાતની 26 લોકસભા બેઠક પર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપ અને કોંગ્રેસ-આપ પાર્ટીએ તમામ ઉમેદવારો જાહેર કરી દીધા છે. ત્યારે આવો જાણીએ ભાજપ અને INDIA એલાયન્સ એટલે કે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વિશે.

સીટ ભાજપ કોંગ્રેસ-આમ આદમી પાર્ટી
1 ગાંધીનગર અમિત શાહ સોનલ પટેલ
2 રાજકોટ પરશોત્તમ રૂપાલા પરેશ ધાનાણી
3 પોરબંદર મનસુખ માંડવિયા લલિત વસોયા
4 જામનગર પૂનમ માડમ જેે.પી. મારવિયા
5 કચ્છ વિનોદ ચાવડા નીતિશ લાલણ
6 અમદાવાદ પૂર્વ હસમુખ પટેલ હિંમતસિંહ પટેલ
7 પાટણ ભરતસિંહ ડાભી ચંદનજી ઠાકોર
8 જૂનાગઢ રાજેશ ચુડાસમા હીરા જોટવા
9 આણંદ મિતેષ પટેલ અમિત ચાવડા
10 ખેડા દેવુસિંહ ચૌહાણ કાળુસિંહ ડાભી
11 દાહોદ જસવંતસિંહ ભાભોર ડૉ. પ્રભા તાવિયાડ
12 ભરૂચ મનસુખ વસાવા ચૈતર વસાવા (આમ આદમી પાર્ટી)
13 બારડોલી પ્રભુ વસાવા સિદ્ધાર્થ ચૌધરી
14 નવસારી સીઆર પાટીલ નૈષધ દેસાઈ
15 અમરેલી ભરત સુતરિયા જેની ઠુમ્મર
16 ભાવનગર નિમુ બાંભણિયા ઉમેશ મકવાણા (આમ આદમી પાર્ટી)
17 પંચમહાલ રાજપાલસિંહ જાદવ ગુલાબસિંહ ચૌહાણ
18 વડોદરા ડૉ. હેમાંગ જોશી જશપાલસિંહ પઢિયાર
19 છોટા ઉદેપુર જસુ રાઠવા સુખરામ રાઠવા
20 સુરત મુકેશ દલાલ નીલેષ કુંભાણી
21 વલસાડ ધવલ પટેલ અનંત પટેલ
22 મહેસાણા હરિ પટેલ રામજી ઠાકોર
23 સાબરકાંઠા શોભના બારૈયા તુષાર ચૌધરી
24 અમદાવાદ પશ્ચિમ દિનેશ મકવાણા ભરત મકવાણા
25 સુરેન્દ્રનગર ચંદુ શિહોરા ઋત્વિક મકવાણા
26 બનાસકાંઠા ડૉ. રેખા ચૌધરી ગેનીબેન ઠાકોર