છેલ્લા 24 કલાકમાં 73 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સવા 3 ઇંચ મોડાસામાં
ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 73 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યના 13 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે તો રાજ્યના 60 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સૌથી વધુ મોડાસામાં સવા 3 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય નવસારીમાં અઢી ઈંચ, સંખેડામાં પોણા બે ઈંચ, ગારીયાધાર અને સિનોરમાં પોણા બે ઈંચ, વાલોડ અને સરસ્વતી તાલુકામાં દોઢ ઈંચ, મહુવા-પાટણ અને માણસામાં સવા એક ઈંચ વરસાદ વરસ્યો છે.
રાજ્ય પર એકસાથે બે સિસ્ટમ સક્રિય
રાજ્ય પર ફરી એકવાર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ છવાયો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી, એકસાથે બે સિસ્ટમ સક્રિય
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગે જણાવ્યું છે કે, રાજ્ય પર એકસાથે બે સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદ વરસશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારમાં ભારે વરસાદ વરસશે. આ ઉપરાંત હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી છે. દરિયાઈ વિસ્તારમાં પવનની ગતિ 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની રહે તેવી શક્યતા છે.