January 16, 2025

24 કલાકમાં 234 તાલુકામાં વરસાદ, વાપીમાં સૌથી વધુ પોણા 13 ઇંચ વરસાદ ખાબક્યો

ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 234 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યના 139 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. તો રાજ્યના 95 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સૌથી વધુ વાપીમાં પોણા 13 ઈંચ વરસાદ ખાબક્યો છે.

આ ઉપરાંત કપરાડા અને પારડીમાં પોણા 12 ઈંચ, ઉમરપાડામાં 11 ઈંચ, ખેરગામમાં સાડા 10 ઈંચ, ધરમપુરમાં પોણા 9 ઈંચ, વિજાપુરમાં સવા 8 ઈંચ, વલસાડમાં સાડા 7 ઈંચ, સોનગઢમાં સવા 3 ઈંચ, ઉમરગામમાં 7 ઈંચ, છોટા ઉદેપુર 7 ઈંચ વરસાદ પડ્યો છે.

આ સિવાય વ્યારામાં સાડા 6 ઈંચ, માંગરોળમાં 6 ઈંચ વરસાદ, વાંસદામાં સાડા 5 ઈંચ, કપડવંજમાં સાડા 5 ઈંચ, સાગબારામાં સાડા 5 ઈંચ, વઘઈમાં સવા 5 ઈંચ, ડાંગ – આહવામાં સવા 5 ઈંચ, સુબીરમાં 5 ઈંચ, કડીમાં પોણા 5 ઈંચ, ગબરાડામાં સાડા 4 ઈંચ વરસાદ, માણસામાં સાડા 4 ઈંચ, જેતપુર પાવીમાં 4 ઈંચ વરસાદ પડ્યો છે.