24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ, સૌથી વધુ કલ્યાણપુરમાં 11 ઇંચથી વધુ
અમદાવાદઃ રાજ્યમાં 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં સવા 11 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના 83 તાલુકામાં 1 ઈંચથી વધુ તો 85 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. તો માણાવદરમાં સવા 10 ઈંચ, વિસાવદરમાં પોણા 9 ઈંચ વરસાદ પડ્યો છે.
આ ઉપરાંત પલસાણામાં સાડા 7 ઈંચ, કેશોદમાં સવા 7 ઈંચ, બારડોલીમાં 7 ઈંચ, કપરાડામાં પોણા 7 ઈંચ વરસાદ નોંધાયો છે. દ્વારકા, વાપી અને માળીયા હાટીનામાં સાડા 6 ઈંચ, ચીખલીમાં 6 ઈંચ, કામરેજમાં પોણા 6 ઈંચ, ઉપલેટામાં પોણા 6 ઈંચ વરસાદ પડ્યો છે. પારડી, ખેરગામ અને ઉમરગામમાં સાડા 5 ઈંચ, રાણાવાવ અને વલસાડમાં સવા 5 ઈંચ વરસાદ, ગીર ગઢડામાં 5 ઈંચ, માંડવી અને કુતિયાણામાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે.