September 17, 2024

24 કલાકમાં 158 તાલુકામાં વરસાદ, પાટણ-વેરાવળમાં 5 ઇંચથી વધુ

ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 158 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તેમાં રાજ્યના 45 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે રાજ્યના 113 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ વરસ્યો છે.

સૌથી વધુ પાટણ-વેરાવળમાં સવા 5 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે માણાવદરમાં 5 ઈંચ, વીંછિયામાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે. જૂનાગઢના માંગરોળ અને માળીયા હાટીનામાં પોણા 5 ઈંચ વરસાદ પડ્યો છે.

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, મેઘરાજા ભૂક્કા બોલાવશે

ખેડબ્રહ્મા તાલુકામાં 4 ઈંચ, ખંભાળિયામાં પોણા 3 ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત વડગામ, દાંતા, કલ્યાણપુર, મુંદ્રા, દ્વારકામાં અઢી ઈંચ, મેંદરડા અને પોરબંદર તાલુકામાં સવા 2 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચોઃ નડિયાદ-સાળંગપુરની અનોખી બસ, આરતી-દેશભક્તિના ગીતો વગાડાય છે

લોધિકા, લાલપુર, મહુધા, પાલનપુર, રાજકોટમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. કચ્છના માંડવીમાં પણ 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. જામનગર, રાણાવાવ, સુત્રાપાડા, દાંતીવાડા, પોશીના, તલોદ, કુતિયાણામાં પોણા 2 ઈંચ વરસાદ વરસ્યો છે.