December 23, 2024

‘ભૂતિયા’ શિક્ષકો પર ફરી સરકારની ‘સોટી’, 134 શિક્ષકો ઘરભેગા

ગાંધીનગરઃ રાજ્ય સરકારે 134 ભૂતિયા શિક્ષકોને બરતરફ કર્યા છે. સતત ગેરહાજર રહેતા શિક્ષકો સામે કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠામાં 18, છોટા ઉદેપુરમાં 16 જેટલા શિક્ષક બરતરફ કર્યા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાની શાળાઓમાંથી જે શિક્ષકો ગેરહાજર હતા તેને બરતરફ કરવામાં આવ્યા છે. સતત ગેરહાજર રહેતા શિક્ષકો સામે શિક્ષણ વિભાગે કાર્યવાહી કરી છે.

ક્યાં કેટલા શિક્ષકો પર કાર્યવાહી?

ન્યૂઝ કેપિટલે આ મુહિમ હાથ ધરી હતી અને સમગ્ર રાજ્યના ભૂતિયા શિક્ષકોને બહાર પાડ્યા હતા. આ મુહિમથી બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટેના પ્રયાસ હાથ ધર્યા હતા.