વીરપુરમાં ગેસ્ટ હાઉસમાં એક વ્યક્તિએ કર્યો આપઘાત, મૃતક મૂળ બગસરાનો રહેવાસી
Guest House in Virpur: યાત્રાધામ વીરપુરમાં ગેસ્ટ હાઉસમાં એક વ્યક્તિએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. ઝેરી દવા પીને ગેસ્ટ હાઉસમાં આપઘાત કર્યો હતો. યુવકે આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટ લખી હતી. તેજસ સગર નામનો 45 વર્ષીય વ્યક્તિએ આપઘાત કર્યો હતો. માહિતી પ્રમાણે મૃતક મૂળ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: દિલ્હી કેપિટલ્સના આ 3 ખેલાડીઓ પર રહેશે મોટી જવાબદારી, પહેલીવાર બની શકે છે ચેમ્પિયન
તપાસ શરૂ કરી
આપઘાત આજના સમયમાં જાણે એક ખેલ બની ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે. આજના યુવાનો કંઈ પણ વિચાર કર્યા વગર આપઘાત કરી લેતા હોય છે. આવો જ કિસ્સો જલારામ બાપાના ગામમાં બન્યો છે. મૃતક મૂળ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. વીરપુર પોલીસે સુસાઇડ નોટના આધારે તપાસ શરૂ કરી છે.