GT vs PBKS: ગિલ સામે ઐયરનો પડકાર, જાણો બંને ટીમનો હેડ ટુ હેડ રેકોર્ડ

GT vs PBKS: IPL 2025 ની શરૂઆત થઈ ગઈ છે. આવતીકાલે પંજાબની ટીમ અને ગુજરાતની ટીમનો આમનો -સામનો થશે. પંજાબની કમાન શ્રેયસ ઐયરના હાથમાં અને ગુજરાતની ટીમની કમાન શુભમન ગિલના હાથમાં છે. ત્યારે આવો જાણીએ બંને ટીમના રેકોર્ડ વિશે.

ગુજરાતે પંજાબ સામે ત્રણ મેચ જીતી
ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 5 મેચ રમાઈ છે. જેમાંથી 3 મેચ ગુજરાતની ટીમે જીતી છે. 2 મેચ એવી છે કે જેમાં પંજાબની ટીમની જીત થઈ છે. જીત પરથી કહી શકાય કે ગુજરાતની ટીમનો હાથ ઉપર છે. IPL 2025 માં, બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જે ગુજરાત ટાઇટન્સનું હોમ ગ્રાઉન્ડ છે અને તેઓએ હંમેશા ત્યાં સારું પ્રદર્શન કર્યું છે.

ગુજરાતે એકવાર ટાઇટલ જીત્યું છે
ગુજરાત ટાઇટન્સની ટીમે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં વર્ષ 2022માં IPLનો ખિતાબ જીત્યો હતો. બીજી બાજૂ પંજાબ કિંગ્સ ટીમ હજુ સુધી એક પણ વખત ટાઇટલ જીતી શકી નથી. જ્યારે તે વર્ષ 2008 થી ભાગ લઈ રહી છે.

આ પણ વાંચો: BCCIએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યો, આ ખેલાડીઓને લાગી લોટરી

IPL 2025 માટે બંને ટીમોની ટીમ
ગુજરાત ટાઇટન્સ : અરશદ ખાન, ગ્લેન ફિલિપ્સ, કરીમ જનાત, મહિપાલ લોમરોર, નિશાંત સિંધુ, રાશિદ ખાન, શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, શાહરૂખ ખાન, રાહુલ તેવતિયા, શેરફેન રૂધરફોર્ડ, સાઈ કિશોર, વોશિંગ્ટન સુંદર, અનુજ રાવત, જોસ બટલર (વિકેટકીપર), કુમાર કુશાગ્ર, ગેરાલ્ડ કોટ્ઝી, ગુર્નુર બ્રાર, ઇશાંત શર્મા, જયંત યાદવ, કાગીસો રબાડા, કુલવંત ખેજરોલિયા, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા

પંજાબ કિંગ્સ: પ્રિયાંશ આર્ય, જોશ ઈંગ્લિશ, અઝમતુલ્લાહ ઓમરઝાઈ, શ્રેયસ ઐયર, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, શશાંક સિંહ, પ્રભસિમરન સિંહ, માર્કસ સ્ટોઈનિસ, માર્કો જાનસેન, નેહલ વાઢેરા, ગ્લેન મેક્સવેલ, લોકી ફર્ગ્યુસન, વૈશાખ વિજયકુમાર, યશ ઠાકુર, હરપ્રીત બ્રાર, એરોન હાર્ડી, વિષ્ણુ વિનોદ, કુલદીપ સેન, સૂર્યાંશ શેગડે, મુશીર ખાન, હરનૂર પન્નુ, ઝેવિયર બાર્ટલેટ, પાલ્યા અવિનાશ, પ્રવીણ દુબે.