હાર્દિકની આ ભૂલોને કારણે મુંબઈ ઈન્ડિયન્સ હારી ગયું, MIની હારના 3 મોટા કારણો

GT vs MI 2025: ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં મુંબઈની ટીમને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ગુજરાતની ટીમે મુંબઈ ઇન્ડિયન્સને 36 રનથી હાર આપી હતી. મુંબઈની ટીમ રનનો પીછો કરતા ઓનલી 160 રન બનાવવામાં સફળ રહી હતી. ફરી એક વાર રોહિત ફ્લોપ થયો અને તેની સાથે સાથે હાર્દિક પણ ફ્લોપ થયો છે. પરંતુ તમને ખબર છે MIની હાર પાછળના આ 3 કારણો જવાબદાર છે.
વિગ્નેશ પુથુરને ના આપ્યું સ્થાન
મુંબઈ ઈન્ડિયન્સ પહેલી મેચમાં હાર બાદ બીજી મેચમાં પણ હારી ગયું છે. પહેલી મેચમાં પોતાની બોલિંગથી વિગ્નેશ પુથુરે તમામને પ્રભાવિત કર્યા હતા. પરંતુ બીજી મેચમાં મુંબઈની ટીમના કપ્તાને આ વખતની મેચમાં મોટો નિર્ણય લીધો હતો. જેમાં વિગ્નેશ પુથુરને પ્લેઇંગ 11માં સામેલ કર્યો ન હતો. આ પણ કારણ હોય શકે છે હાર પાછળનું.
આ પણ વાંચો: IPL 2025: રોહિતે ગુજરાત ટાઇટન્સ સામે માત્ર 8 રન બનાવ્યા છતાં બનાવ્યો આ મોટો રેકોર્ડ
હાર્દિક પંડ્યા આવ્યો છેલ્લે
હાર્દિક પંડ્યા એક વિસ્ફોટક બેટ્સમેન છે. તેણે એક પછી એક ખેલાડીને મોકલ્યા હતા. જેમાં પોતાની જગ્યાએ રોબિન મિંજને મેદાનમાં મોકલ્યો હતો. તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવે 62 રનની ભાગીદારી કરી હતી. જ્યારે તિલકની વિકેટ પડ્યા પડી ત્યારે એવું માનવામાં આવી રહ્યું હતું કે હાર્દિક મેદાનમાં આવશે. પરંતુ એવું થયું નહીં. તેની જગ્યાએ રોબિન મિંજ બેટિંગ કરવા આવ્યા. તેણે 6 બોલમાં 3 રન બનાવ્યા હતા. આવું થયું જેના કારણે કહી શકાય કે જો પહેલા હાર્દિક આવ્યો હોત તો આ મેચમાં જીત મુંબઈની ટીમનની થઈ શક્ત.
વિલ જેક્સને ટીમમાંથી બહાર રાખવા
હાર્દિક પંડ્યાએ પણ ઈંગ્લેન્ડના ખેલાડી વિલ જેક્સને પ્લેઈંગ 11માંથી બહાર રાખ્યો હતો. આ પણ તેની ભૂલ કહી શકાય. તમને જાણીને કદાચ નવાઈ લાગશે પરંતુ છેલ્લી મેચમાં તેણે મેચમાં સદી ફટકારી હતી. આજ મેદાનમાં ગુજરાત સામેની મેચમાં તેણે 41 બોલમાં 100 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ખેલાડીને બહાર રાખવાનો નિર્ણય સારો ના હતો.