News 360
Breaking News

આજે GT vs DC વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ

GT vs DC Pitch Report: આજે 2 મેચ રમાવાની છે. જેમાં એક મેચમાં ગુજરાત અને દિલ્હીની ટીમનો આમનો-સામનો થશે. ગિલની કમાન હેઠળ ગુજરાતની ટીમનું અત્યાર સુધીમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. અત્યાર સુધીમાં ટીમે 6 મેચમાંથી 4 મેચમાં જીત મેળવી છે. ગુજરાતની ટીમનું તેના હોમ ગ્રાઉન્ટ પર શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. દિલ્હીની વાત કરવામાં આવે તો તેનું પણ અત્યાર સુધીમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. દિલ્હીની ટીમે 6 માંથી 5 મેચ જીતી છે અને હાલમાં પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે.

આ પણ વાંચો: કોંગોમાં બોટ પર આગ લાગી પછી પલટી, 143 લોકોના થયા મોત

આ સિઝનમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી છે
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આ મેચની પિચ વિશે વાત કરવામાં આવે તો આ સિઝનમાં આ મેદાનમાં 3 મેચ રમાઈ છે. જેમાં નવા બોલથી રન બનાવવું સરળ રહેશે. જેવો બોલ થોડો જૂનો થાય છે તરત વિકેટ પડવા લાગે છે. આ સિઝનમાં પ્રથમ બેટિંગ કરતી વખતે 215 થી 220 રનની આસપાસ સ્કોર જોવા મળ્યો છે. અત્યાર સુધી રમાયેલી 38 IPL મેચોમાંથી, પ્રથમ બેટિંગ કરનારી ટીમે 18 મેચ જીતી છે જ્યારે લક્ષ્યનો પીછો કરતી ટીમ 20 મેચ જીતવામાં સફળ રહી છે. ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેના આ દિવસના મેચ દરમિયાન હવામાનની વાત કરીએ તો, તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસની આસપાસ તાપમાન રહેવાની શક્યાતો જોવા મળી રહી છે