GST ચોરી કૌભાંડ ક્રાઇમ બ્રાન્ચના રાજ્યવ્યાપી દરોડા, 4 લોકોની ધરપકડ
મિહિર સોની, અમદાવાદ: GST ચોરી કૌભાંડમાં રાજ્ય વ્યાપી દરોડા પાડીને ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી ચાર લોકોની ધરપકડ કરી છે. બનાવટી કંપનીમાં ખોટા બીલ બનાવી GST મેળવતા હતા. પકડાયેલ આરોપીમાં નામચીન ન્યુઝ હાઉસના એક પત્રકાર સહિત 4 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે .
GST કૌભાંડ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહેશ લાગાં, અબ્દુલ કાદરી, એઝાઝ માલદાર અને જ્યોતિષ ગોંડલિયાની ધરપકડ કરી છે. આરોપીઓ બનાવટી કંપની ઊભી કરી અને બનાવટી બિલથી GSTની ચોરી કરતા હતા. GST ના અધિકારીએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી હતી. ફરિયાદના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, SOG, EOW અને GST વિભાગે ગુજરાતના 14 સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા અને ભાવનગરની 14 જગ્યાએ રેડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ 12 બોગસ પેઢી બનાવનાર 50 થી વધુ સંચાલકો ને નોટિસ આપી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછ શરૂ કરી હતી. જેમાંથી 4 આરોપીઓ ની ધરપકડ કરવા માં આવી છે જેમાં મહેશ લંગા, , અબ્દુલ કાદરી, એઝાઝ માલદાર અને જ્યોતિષ ગોંડલિયા ધરપકડ કરી છે.
ત્યારે બનાવટી ધ્રુવી એન્ટરપ્રાઇઝ ના સંચાલક દેવરાણી ની પૂછપરછ શરૂ કરવા માં આવી છે ત્યારે આ બોગસ કંપની બીલ કૌભાંડ મામલે તાલાલાનાં ભાજપના ધારાસભ્ય ભગવાન બારડના પુત્ર અજય બારડ ની પૂછ પરછ બાદ મુક્ત કરવા માં આવ્યો હતો અને તેના ભત્રીજા ની પૂછપરછ આગળ ધપાવી છે અને પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ધ્રુવી એન્ટરપ્રાઇઝ માં 2022 થી અત્યાર સુધી માં અલગ અલગ કંપનીઓ એ 8 કરોડ ના બોગસ બોલિંગ માટે આર્થિક વ્યવહાર કર્યા છે જેમાં કરોડો રૂપિયા નું જીએસટી ચોરી સહિત ઇનપુટ ટેક્સ ક્રેડિટ નું કૌભાંડ પકડાયું છે.
જાણીતા ન્યુઝ પેપરમાં બ્યુરો ચીફ આરોપી પત્રકાર મહેશ લાંગા એ વર્ષ 2022 માં ખોટા દસ્તાવેજ બનાવી ને ખેતી કરતા પોતાના ભાઈ મનોજ લાંગા ના નામે DA એન્ટરપ્રાઇઝ નામની બોગસ કંપની બનાવી હતી અને ખોટા બિલ બનાવ તો હતો . ત્યારે આ કેસ માં મુખ્ય કૌભાંડી બોગસ કંપની ધ્રુવી એન્ટ્રરપ્રાઇઝ વર્ષ 2021 માં બનવા માં આવી હતી જેમાં અત્યાર સુધી માં અલગ અલગ 12 કંપનીઓ એ કરોડો રૂપિયા બોગસ બિલિંગ કરવા માં આવતું હતું ત્યારે ધ્રુવી એન્ટ્રરપ્રાઇઝ ઘરેણાં માટે થી કંપની હતી પણ તેમાં લેબર અને સિમેન્ટ સહિત કંટ્રકશન કંપની ના બોગસ બીલ બનતા હોવા નીં શંકા એ જીએસટી એ તપાસ શરૂ કરતા બોગસ કંપની અને બોગસ બીલ બનતા હોવા નું સામે આવતા જીએસટી એ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ માં ફરિયાદ નોંધાવતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું
કઈ કઈ કંપનીના નામ સામે આવ્યા
1 : અરહંમ સ્ટીલ- નિમેશ વોરા, હેતલબહેન વોરા
2 : ઓમ કન્ટ્રકશન કંપની- રાજેન્દ્રસિંહ સરવૈયા, વનરાજસિંહ સરવૈયા, બ્રીજરાજસિંહ સરવૈયા, હિત્વરાજસિંહ સરવૈયા
3 : શ્રી કંકેશ્વરી એન્ટરપ્રાઇઝ- કાળુભાઇ વાઘ, પ્રફુલભાઇ વાજા, મનન વાજા, જયેશભાઇ વજા, વિજય વાઘ
4 :રાજ ઇન્ફ્રા રત્નદીપસિંહ ડોડિયા, જ્યેશકુમાર સૂતરિયા, અરવિનંદ સૂતરિયા
5 : હરેશ કન્સ્ટ્રક્શન કંપની-નિલેશ નસીત, જ્યોતિષ ગોંડલિયા, પ્રભાબહેન ગોંડલિયા
6 : ડી. એ. એન્ટરપ્રાઇઝ- લાંગા મનોજકુમાર રામભાઇ, વિનુભાઇ નટુભાઇ પટેલ
7 : ઇથીરાજ કન્સ્ટ્રક્શન પ્રા. લિ. નિલેશ નસીત જ્યોતિષભાઇ ગોંડલિયા, પ્રભાબહેન ગોંડલિયા
8 : બી. જે. – ઓડેદરા ભગીરથ, ભોજાભાઇ ઓડેદરા, કેશુભાઇ ઓડેદરા, ભોજાભાઇ જેસાભાઇ ઓડેદરા, અભાભાઇ જેસાભાઇ ઓડેદરા
9 : આર. એમ. દાસા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લિ. -નાથાભાઇ દાસા, રમણભાઈ દાસા 10 આર્યન એસોસિયેટસ- અજય બારડ, વિજયકુમાર બારડ, રમેશ કાળાભાઇ બારડ
11 : પૃથ્વી બિલ્ડર્સ પરેશ પ્રદીપભાઇ દોઢિયા
ત્યારે આ તમામ કંપની ના માલિકો ની તપાસ અને પૂછપરછ શરૂ કરવા માં આવી છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ની તપાસ માં સામે આવ્યું છે કે 200થી વધુ કંપની ના કરોડો ના આર્થિક વ્યવહાર મળી આવ્યા છે ત્યારે આ કૌભાંડમાં મોટા માથાના નામ પણ સામે આવી શકે છે હાલ પકડાયેલ આરોપી બનાવટી ડોક્યુમેન્ટ ક્યાં બનાવ્યા હતા અને બનાવટી પેઢી ઉભી કરી કેટલા રૂપિયા GST ક્રેડિટ મેળવી GST ચોરી કરી છે જે દિશામાં આરોપી રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.